Ahmedabad: અસારવા અને સોલા સિવિલમાં સ્ટાફમાં 29 લોકો કોરોના સંક્રમિત, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સમાં ફફડાટ
તબીબી સ્ટાફ સંક્રમિત થતા હોસ્પિટલોના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સમાં ફફડાટ ફેલાયો છે. મોટી સંખ્યામાં તબીબી સ્ટાફ જ સંક્રમિત થતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ટીમમાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે.
ગુજરાત (Gujarat)માં કોરોના(Corona)નું સંકટ વધતુ જ જઇ રહ્યુ છે. કોરોનાની ત્રીજી લહેર (third wave)માં સૌથી પહેલા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ જ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં હોસ્પિટલનો સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે.
ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ કોરોના સંક્રમિત
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સ સહિત કુલ 29 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સંક્રમિત થયા છે. તો જે પૈકી અસારવા સિવિલમાં 22 અને સોલા સિવિલમાં 7 વોરિયર્સ કોરોનાની ચપેટમાં આવ્યા છે.નસિવિલમાં સંક્રમિત થયેલા ડોક્ટર હોમ આઈસોલેટ થયા છે.નડોક્ટરો સહિત નર્સિંગ સ્ટાફ સંક્રમિત થતા હોસ્પિટલના અન્ય સ્ટાફમાં ગભરાટનો માહોલ છે.
કોરોના વોરિયર્સમાં ફફડાટ
તબીબી સ્ટાફ સંક્રમિત થતા હોસ્પિટલોના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સમાં ફફડાટ ફેલાયો છે. મોટી સંખ્યામાં તબીબી સ્ટાફ જ સંક્રમિત થતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ટીમમાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે.
મહત્વનું છે કે જરાતમાં 10 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 6097 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના લીધે બે વ્યકિતના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના નવા 25 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 32469 થઇ છે.
ગુજરાતમાં 10 જાન્યુઆરીએ નોંધાયેલા કોરોના કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 1893, સુરતમાં 1778, વડોદરામાં 410, વલસાડમાં 251, રાજકોટમાં 191, ગાંધીનગરમાં 131, ખેડામાં 126, સુરતમાં 114, મહેસાણામાં 111, કચ્છમાં 109, નવસારીમાં 107, ભાવનગરમાં 93, આણંદમાં 88, ભરૂચમાં 78, ગાંધીનગર જિલ્લામાં 64, વડોદરા જિલ્લામાં 60, રાજકોટ જિલ્લામાં 58, મોરબીમાં 51, જામનગરમાં 47, જૂનાગઢ માં 33 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ
ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, બે વ્યકિતના મૃત્યુ, ઓમીક્રોનના 28 કેસ
આ પણ વાંચોઃ