Surat: કેસ વધતા SMC એલર્ટ મોડમાં, હાઇ રિસ્ક કન્ટેનમેન્ટ ઝોન વિશે જાગૃતિ લાવવા શરૂઆત
સુરતમાં જે ગતીથી કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા લોકોએ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. લોકોમાં કોરોનાના નિયમો અંગે જાગૃતતા ફેલાય તે દિશામાં પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં અમદાવાદ પછી સૌથી વધુ કોરોનાના કેસ (Corona case) સુરત(Surat)માં નોંધાઇ રહ્યા છે. જેને લઇને સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation)નું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને કોરોનાને લઇને જાગૃતિ (Awareness) ફેલાવવાનું કામ શરુ કર્યુ છે.
રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. સુરતના અનેક વિસ્તારો કોરોના હોટસ્પોટ બની રહ્યા છે. જેને લઇને સુરત મહાનગરપાલિકા એલર્ટ મોડ પર આવી ગયુ છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સુરત મહાનગર પાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરતના લોકોને ઝડપથી વધતા કોરોના સંક્રમણથી અવગત કરાવવા કોર્પોરેશન તંત્રએ સુરતના અઠવા ઝોન, સેન્ટ્રલ ઝોન, રાંદેર ઝોનમાં બેનર લગાવ્યા છે. આ બેનર હાઈ રિસ્ક એરિયા દર્શાવે છે. જેથી પસાર થતા લોકોને માલૂમ પડે કે, આ વિસ્તાર હાઈ રિસ્ક ઝોન છે. જેથી લોકો જાગૃત થાય અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતોનું ખૂબ જ ધ્યાન રાખે.
સુરતમાં જે ગતીથી કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા લોકોએ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. લોકોમાં કોરોનાના નિયમો અંગે જાગૃતતા ફેલાય તે દિશામાં પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે કોરોનાની વકરતી સ્થિતિને પહોંચી વળવા માટે સુરત મહાનગર પાલિકા એલર્ટ બન્યું છે. ત્રીજી લહેરમાં ખાનગી હોસ્પિટલો સાથે સંકલન કરી શકાય તે માટે વોર રૂમ પણ શરૂ કરી દીધા છે. તો નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત કુલ ૮ હજાર ૫૦૦ બેડ તૈયાર કરાયા છે.
આ પણ વાંચોઃ
ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો થશે કાર્યવાહી, સરકારે કડક નિયમો જાહેર કર્યા
આ પણ વાંચોઃ