AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખરે એવું શું થયું કે રાતોરાત ગુલાબના ભાવ 5 ગણા વધી ગયા, શું ખેડૂતોને મળી રહેશે તેનો ફાયદો?

આણંદ જિલ્લામાં રીલ ગામમાં ગુલાબની ખેતી (Rose Farming) કરનારા ઘનશ્યામ ચૌહાણે જણાવ્યું કે ઓક્ટોબર મહિનો એવો હતો જ્યારે ખેડૂતો કોવિડના નુકસાનમાંથી બહાર આવી રહ્યા હતા, પરંતુ વરસાદે ફરી મુશ્કેલીમાં વધારો કર્યો.

આખરે એવું શું થયું કે રાતોરાત ગુલાબના ભાવ 5 ગણા વધી ગયા, શું ખેડૂતોને મળી રહેશે તેનો ફાયદો?
Rose Farming (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 7:03 PM
Share

કોરોના મહામારી (Corona Virus)ની બીજી લહેરની અસર દરેક ક્ષેત્ર પર પડી છે. ખેતી પણ તેમાંથી બાકાત નથી. આજ કારણ છે કે ફૂલ બજારોમાં ગુલાબ (Rose)ના ભાવ આસમાને પહોંચ્યા છે. એક કિલો ગુલાબનો ભાવ 800 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. ત્રીજી લહેરની આશંકા અને કમોસમી વરસાદને કારણે ગુલાબના ભાવ ઝડપથી વધ્યા છે.

નજીકના સમયમાં ભાવમાં રાહતની સંભાવના ખુબ જ ઓછી છે. ગુજરાતમાં ગુલાબની ખેતી મોટાપ્રમાણમાં થાય છે. ચરોતર જેવા વિસ્તારમાં ઘણા ખેડૂતો ગુલાબની ખેતીમાં લાગ્યા છે, પરંતુ આ વખતે તેમનામાં નિરાશા જોવા મળી રહી છે. ચોમાસાએ ખેતીને બરબાદ કરી દીધી છે અને માંગ હોવા છતાં પુરવઠો મળતો નથી.

આણંદ જિલ્લામાં રીલ ગામમાં ગુલાબની ખેતી (Rose Farming) કરનારા ઘનશ્યામ ચૌહાણે જણાવ્યું કે ઓક્ટોબર મહિનો એવો હતો જ્યારે ખેડૂતો કોવિડના નુકસાનમાંથી બહાર આવી રહ્યા હતા, પરંતુ વરસાદે ફરી મુશ્કેલીમાં વધારો કર્યો. નુકસાનને એ વાતથી સમજી શકાય છે કે દિવાળીના સમયમાં જે ખેતરમાંથી 50 કિલો ગુલાબના ફુલ આવતા હતા, તેમાંથી માત્ર 1 કિલો ગુલાબ જ આવ્યા, રીલ ગામના જે ખેડૂત 50 વીઘા જમીનમાં ગુલાબ ઉગાડતા હતા, આજે તેમના માટે રોજીંદો ખર્ચ કાઢવો મુશ્કેલ બની ગયો છે.

શ્રાવણ મહિનામાં અને નવરાત્રિમાં થઈ સારી કમાણી

ખેડૂતોએ જણાવ્યું કે ગુલાબના ફૂલોનું વેચાણ વર્ષના બે મહિનામાં સૌથી વધારે થાય છે. એક શ્રાવણ અને નવરાત્રિમાં. આ બંને સિઝનમાં 200 રૂપિયા પ્રતિ કિલો ગુલાબ વેચાય છે. આ બંને મહિના બાદ દેશના મોટામોટા શહેરોમાંગુલાબના ભાવ 1000 રૂપિયા સુધી પહોંચી જાય છે.

વડોદરા જેવા શહેરમાં ગુલાબના ફૂલનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેમાંથી એક માળા બનાવવામાં આવી રહી છે અને એક માળા 100 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે મેરીગોલ્ડની માળા 50 રૂપિયામાં વેચાય છે. મેરીગોલ્ડ ફ્લાવર 50 રૂપિયા પ્રતિ કિલો અને ગુલાબના ફૂલોનો ભાવ 500 રૂપિયાથી વધુ ચાલી રહ્યો છે.

ચોમાસામાં ખેતી નિષ્ફળ

ગુલાબ વેચનારા દુકાનદારોનું કહેવું છે કે સ્થિતિ એવી થઈ ગઈ છે કે છૂટક વેચાણમાં કોઈને ગુલાબ આપવામાં આવતા નથી કારણ કે તે ખૂબ મોંઘા પડી રહ્યા છે. પહેલા એવું હતું કે કોઈને ગુલાબનો હાર આપીએ તો તેની સાથે ગુલાબના પાંદડા આપવામાં આવતા હતા પણ હવે તેની પર રોક લગાવી દેવામાં આવી છે.

ખેતી નિષ્ફળ થવાના કારણે અને ખેતીમાં નુકસાનના કારણે રીલ ગામના ખેડૂતો આ વખતે ગુલાબની ખેતી નહીં કરે. આ વખતે તે એંરડાની ખેતી કરશે. કોરોના મહામારીથી પરેશાન ખેડૂત હવે એક અથવા બે વર્ષ સુધી ખેતીનું કામ છોડવા ઈચ્છે છે. ખેડૂતોમાં એ ડર છે કે ક્યાંક કોરોનાની ત્રીજી લહેર આવી તો તેમની ખેતી અને ફૂલોના વેચાણનું શું થશે.

લગ્નની સિઝનમાં સસ્તા થશે ફૂલ

ગુલાબની પાંખડીઓ ખૂબ જ નાજુક હોય છે. તેથી જ રાત્રે ફૂલો તોડીને વહેલી સવારે મંડીઓમાં પહોંચાડવામાં આવે છે, જેથી પરોઢ સુધી વેચાણ શરૂ થઈ જાય. ત્યારબાદ ફૂલો કરમાઈ જાય છે, ફૂલ જો મંડીઓમાં 4 વાગ્યે સવારે ન પહોંચે તો ભાવ ઘટી જાય છે, તેનાથી વેપારીઓને ભારે નુકસાન થાય છે.

આ તમામ મુશ્કેલીઓ છતાં વેપારીઓને આશા છે કે આવનારા મહિનાઓમાં ગુલાબના ભાવ ઘટશે. લગ્નની સિઝનમાં ગુલાબના ભાવ ઘટવાની આશા છે. જો એવું થયું તો વેપારીઓ અને ખેડૂતો માટે લગ્નની સિઝન ફિક્કી થઈ જશે.

આ પણ વાંચો: Demonetization: નોટબંધીથી શું મળ્યુ અને શું ન મળ્યુ? વાંચો એક નિષ્પક્ષ વિશ્લેષણ

g clip-path="url(#clip0_868_265)">