Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Demonetization: નોટબંધીથી શું મળ્યુ અને શું ન મળ્યુ? વાંચો એક નિષ્પક્ષ વિશ્લેષણ

નોટબંધી પર ચર્ચા આજ સુધી ચાલુ છે અને ઘણા ભારતીય અર્થતંત્ર પર તેની પ્રતિકૂળ અસરો તરફ ધ્યાન દોરે છે. તેથી, તથ્યોને કાલ્પનિક અને તેના નિષ્પક્ષ વિશ્લેષણથી અલગ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.

Demonetization:  નોટબંધીથી શું મળ્યુ અને શું ન મળ્યુ? વાંચો એક નિષ્પક્ષ વિશ્લેષણ
What was gained and what was not gained from demonetization?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 6:39 PM

લેખક- કરણ ભસીન

નોટબંધી(Demonetization)ની આસપાસ ચાલી રહેલા વિશ્લેષણ મને આશ્ચર્યમાં મુકે છે કારણ કે મોટાભાગના વિશ્લેષણ શૈક્ષણિક અને વિષયની માહિતીને બદલે સમાચારપત્રો(Newspaper)ના લેખો પર આધારિત હોય છે. જો કે, IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે હાર્વર્ડમાં તેમના સાથીદારો સાથે એક આવો જ અભ્યાસ(Study)માં કરવાનો પ્રયાસ કર્યો છે.

તેમના સંશોધનનું એક મહત્વનું પાસું એ હતું કે નોટબંધી સાથે જોડાયેલી સમસ્યા થોડા સમય માટેની જ હતી (જે અપેક્ષિત જ હતુ). તેથી આશ્ચર્ય એ વાતનું થાય છે કે આખરે કયા આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે અર્થતંત્ર પર નોટબંધીની અસર બે ક્વાર્ટરથી વધુ સમય સુધી રહી. તે વાતનો કોઈ ઇનકાર નહીં કરે કે નોટબંધીની કેટલીક કિંમત ચૂકવવી પડી છે. જો કે તે જ સમયે એવા ઘણા ફાયદા હતા જે લાંબા ગાળાની અસર છોડશે. કમનસીબે, નોટબંધીના ફાયદાઓનો પૂરતો ઉલ્લેખ નથી, તેથી આ લેખ નોટબંધીના ફાયદા સમજાવવાનો પ્રયત્ન કરશે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

એક ફાયદો જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે તે દેશભરમાં કેશલેસ પેમેન્ટ મોડ્સનો વ્યાપકપણે સ્વીકાર છે. રોકડ વ્યવસ્થાપન એ ખર્ચાળ બાબત તો છે જ સાથે ચુકવણી માટેની ડિજિટલ પદ્ધતિની તુલનામાં બિનકાર્યક્ષમ પણ છે. તેથી એમાં કોઇ આશ્ચર્ય નથી કે ડિજિટલ ચૂકવણી આજે સમગ્ર દેશમાં ચૂકવણીનું પસંદગીનું માધ્યમ બની ગયું છે. તેમાં નાના વેપારીઓ, ચાની દુકાનો અને ગ્રામીણ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. ચુકવણી પદ્ધતિઓમાં આ નોંધપાત્ર ફેરફારની બીજી અસર નાણાકીય સમાવેશના સ્વરૂપમાં ત્યારે થશે જ્યારે વધુને વધુ લોકો નાણાકીય ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.

ઘણા લોકો કહે છે કે રોકડ-જીડીપી અથવા રોકડ અને વ્યાપક નાણાંના પુરવઠાનો ગુણોત્તર નોટબંધી પહેલાના સ્તરે પાછો આવી ગયો છે. તેથી, નોટબંધીની અસર લાંબા ગાળે દેખાતી નથી. આવી પૂર્વધારણા સાથે બે મુદ્દા સંકળાયેલા છે, એક તો તે મહામારીના વર્ષ માટે જીડીપીના આંકડાઓનો અંદાજ લગાવી રહ્યું છે જ્યારે જીડીપીમાં ઘટાડો થયો હતો અને તેની અસર પણ પ્રમાણમાં જોવા મળી હતી. બીજી અને કદાચ તેનાથી પણ વધુ મહત્ત્વનું હકીકત એ છે કે જ્યારે આપણે રોકડ-જીડીપી ગુણોત્તરમાં વૃદ્ધિ અથવા નોટબંધી પહેલા અને પછી તેના વિકાસ દરને જોઈએ છીએ તો પણ આપણને તફાવત દેખાય છે.મહામારીને કારણે ડિજિટલ પેમેન્ટનો ફેલાવો વધ્યો. તેથી ભારતમાં પેમેન્ટ સિસ્ટમનું ભવિષ્ય જોવા માટે રાહ જોવી યોગ્ય રહેશે.

બીજો ફાયદો એ હતો કે વધુ સારા “ટેક્સ કમ્પલાયન્સ” સાથે “ટેક્સ રેવેન્યૂ” માં પણ વધારો થયો હતો. અમે જાણીએ છીએ કે નોટબંધી પછી તરત જ ટેક્સ કમ્પલાયન્સમાં વધારો થયો હતો. પરંતુ, આગળ જતાં તે ધીમો પડી ગયો. કારણ કે IL&FSના પતનને કારણે 2018માં વૃદ્ધિની ગતિ અટકી ગઈ હતી. અમે જાણીએ છીએ કે આ સમયગાળા દરમિયાન આરબીઆઈની નાણાકીય નીતિ ખૂબ જ કડક હતી. જે અમારી વૃદ્ધિની સંભાવનાઓ પર નકારાત્મક અસર કરી રહી હતી. નોટબંધીની અસરો અને મંદીને અલગ કરીને જ આપણે સમજી શકીએ છીએ કે નોટબંધીએ સિસ્ટમને સાફ કરવામાં કેટલી ભૂમિકા ભજવી હશે.

એ હકીકત છે કે બેંકિંગ સિસ્ટમમાં રોકડ જમા ફરજિયાતપણે જમા કરાવવાને કારણે સરકાર “બેનામી” રોકડને મોટા પ્રમાણમાં દૂર કરવામાં સફળ રહી છે. આનાથી ટેક્સ અધિકારીઓને ટેક્સ ચોરીના કોઈપણ પ્રયાસનું મૂલ્યાંકન કરવા અને તેની તપાસ કરવા માટે પર્યાપ્ત માત્રામાં ડેટા આપવામાં આવ્યો હતો. આ સિવાય ટેક્સ અધિકારીઓ આ આંકડાઓના આધારે એ પણ જાણી શકશે કે ભૂતકાળમાં લોકોએ કેટલી હદ સુધી ટેક્સ ભર્યો નથી. જો કે, લોકોને હેરાન કરવાની સંભાવના હોઈ શકે છે, તેથી તેને જાણી જોઈને નીતિ બનાવવામાં આવી ન હતી.

પરંતુ બિનહિસાબી રોકડના અગાઉના સંગ્રહથી આપણે કેટલો કર લાભ મેળવી શક્યા હોત તે સિવાય, આપણે સ્વીકારવું જોઈએ કે નોટબંધીથી સિસ્ટમને મોટો ફટકો પડ્યો અને મોટી માત્રામાં બિનહિસાબી રોકડ ધરાવતા લોકો સામે નોટબંધી અસરકારક પણ સાબિત થઇ. કારણ કે નોટબંધી તેમના માટે એક અણધાર્યો આંચકો હતો. જે ઘણી રીતે સિસ્ટમને સાફ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને જ રેખાંકિત કરે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમે ઝડપથી અનૌપચારિકથી ઔપચારિક અર્થવ્યવસ્થા તરફ આગળ વધ્યા છીએ અને આ ચોક્કસપણે અર્થતંત્ર માટે સારો સંકેત છે. કારણ કે આ માધ્યમ દ્વારા અનૌપચારિક કંપનીઓ હવે સસ્તા દરે ઔપચારિક નાણાકીય સહાય મેળવી શકશે અને આગામી વર્ષોમાં તેમની વૃદ્ધિમાં વધુ રોકાણ કરી શકશે. અલબત્ત, આનાથી સમગ્ર અર્થતંત્ર મજબૂત થશે.

જ્યારે ઘણા લોકો તેમનું ધ્યાન નોટબંધીની નકારાત્મક અસરો પર કેન્દ્રિત કરે છે, ત્યાં પૂરતા પુરાવા છે કે તેણે ચૂકવેલી કિંમત અલ્પજીવી હતી, જ્યારે તેના ફાયદા દૂરોગામી સાબિત થશે. અલબત્ત, આ લાભો હાંસલ કરવા માટે નોટબંધી એ સૌથી અસરકારક રીત હતી કે કેમ તે આપણે જાણતા નથી. પરંતુ, કોઈપણ માળખાકીય ફેરફારોને અવગણીને માત્ર નુકસાન પર ધ્યાન કેન્દ્રિત કરવું એ નોટબંધીનું અયોગ્ય મૂલ્યાંકન છે.

વર્તમાન નિયમ-કાનૂન અને Econometric Methodologiesથી નોટબંધીની અસરોનો અંદાજ કાઢવો મુશ્કેલ કામ હશે, પરંતુ કોઈ પણ પુરા વિશ્વાસ સાથે કહી શકે છે કે ભવિષ્યમાં આપણને આ કવાયતથી થતા ફાયદાઓ વિશે વધુને વધુ સારી જાણકારી હશે. ત્યાં સુધી, સમાચારપત્રોના તંત્રીલેખમાં આવતી દલીલોને નકારી શકાય છે કારણ કે તે અર્થવ્યવસ્થા પર એક જાણકાર ટિપ્પણી તો બિલકુલ નથી. તે માત્ર એક વાર્તા કહેવાની કવાયત છે.

મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
g clip-path="url(#clip0_868_265)">