રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગરની મુલાકાતે, તલગાજરડા ખાતે મોરારી બાપુ સાથે કરશે મુલાકાત

Bhavnagar: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ભાવનગરની મુલાકાતે છે. ત્યાંથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હવાઈમાર્ગે તલગાજરડા જશે. મહુવા ખાતે રાષ્ટ્રપતિ મોરારીબાપુ સાથે મુલાકાત કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 11:00 AM

Bhavnagar: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ થોડીવારમાં ભાવનગર પહોંચશે. ત્યાંથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હવાઈમાર્ગે તલગાજરડા જશે. મહુવા ખાતે રાષ્ટ્રપતિ મોરારીબાપુ સાથે મુલાકાત કરશે. મોરારિ બાપુના ચિત્રકૂટ આશ્રમને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. ત્યારે હાલમાં બાપુના સેવકો અને લોકો હાજર છે. તમામ પ્રકારની વ્યવસ્તા અને સુરક્ષા કરી દેવામાં અવી છે.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ભવનની અખબારી યાદી મુજબ રાષ્ટ્રપતિ 28 ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાત છે. તેમજ રાષ્ટ્રપતિ કોવિંદ 29 ઓક્ટોબરે ભાવનગર આવવાના છે. અહીંયાથી પ્રથમ મોરારીબાપુ સાથે મુલાકાત બાદ જિલ્લામાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે આવાસ યોજના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.

રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને ભાવનગરમાં પણ તૈયારીઓ થઇ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર એરપોર્ટ પહોંચ્યા બાદ હેલિકોપ્ટરથી મહુવા જશે. મહુવામાં કથાકાર મોરારીબાપુ સાથે તેઓ મુલાકાત અને ભોજન કરશે. જે બાદ સાંજે પોણા પાંચ કલાકે સુભાષનગર ખાતે PM આવાસ યોજના હેઠળ બનેલા 1088 મકાનોનું લોકાર્પણ કરશે. આ આવાસોનું 63 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને તારીખ 30 મી ઓકટોબરે રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થશે.

 

આ પણ વાંચો: ભારતીય સેનાની જાસુસી કરવા સજ્જાદને પાકે આપ્યા હતા આટલા લાખ, પુછપરછમાં સામે આવી વિગતો

આ પણ વાંચો: રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે હવે સ્વાઈન ફ્લૂએ માથું ઊંચક્યું, જાણો 2021 માં નોંધાયેલા કેસ અને મૃત્યુ આંક વિશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">