ભારતીય સેનાની જાસુસી કરવા સજ્જાદને પાકે આપ્યા હતા આટલા લાખ, પુછપરછમાં સામે આવી વિગતો

સજ્જાદ મોહમંદ ખોટી જન્મ તારીખના આધારે BSFમાં જોડાયો હતો અને પાકિસ્તાની સૈન્યને પોતાના મોબાઇલ ફોન દ્વારા ગુપ્ત માહિતીની આપલે કરતો હતો. જેને લઈને અમુક ખુલાસા થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 10:17 AM

BSFની 74મી બટાલિયનમાં ફરજ બજાવતા દેશના ગદ્દાર સજ્જાદને જાસૂસી બદલ પાકિસ્તાને 4.75 લાખ રૂપિયા ચુક્વ્યા હોવાનો ચોંકાવનારો ખુસાલો થયો છે. સજ્જાદ દોઢ વર્ષથી પાકિસ્તાનને ભારતની સેનાની મુવમેન્ટ, અધિકારીઓની વિગતો મોકલતો હતો. પાકિસ્તાન નાનામાં નાની માહિતી પહોંચાડવાના 30 હજાર રૂપિયા સજ્જાદને ચુકવતું હતું. ત્રિપુરામાં ફરજ બજાવતા સજ્જાદની બે મહિના પહેલા જ કચ્છ બદલી થઈ હતી. જો કે ગુજરાત ATSએ બાતમીના આધારે સજ્જાદને ઝડપી પાડ્યો હતો.

જણાવી દઈએ કે કચ્છમાં બોર્ડ સિક્યોરિટી ફોર્સમાં ફરજ બજાવતા સજ્જાદ મોહમંદ ઇમ્તીયાઝ જાસુસીકાંડમાં ઝડપાયો હતો. તેની વધુ પુછપરછ માટે ચુસ્ત સુરક્ષા વચ્ચે ભુજ કોર્ટમાં રજુ કરાયો હતો, જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલમાં તેની પુછપરછમાં મોટા મોટા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે પાકિસ્તાન પાસેથી લાખો રૂપિયા તેને મળ્યા હોવાનું સામે આવ્યું છે.

ત્યારે અગાઉ પણ ગુજરાત ATSએ કરેલી BSF ના કોન્સ્ટેબલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. કોન્સ્ટેબલ સજ્જાદ પાકિસ્તાની સંસ્થા ISI ના ઓફિસરનો હેન્ડલર અને ઓફિસરનો સંબંધી હોવાનું બહાર આવ્યું હતું. BSF કોન્સ્ટેબલ સજ્જાદ ત્રિપુરામાં હતો ત્યારથી તેના પર શંકા હતી અને BSF ની ઇન્ટેલિજન્સ વિંગની નજરમાં હતો. પુછપરછને આધારે તે પાકિસ્તાનનો એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

 

આ પણ વાંચો: રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે હવે સ્વાઈન ફ્લૂએ માથું ઊંચક્યું, જાણો 2021 માં નોંધાયેલા કેસ અને મૃત્યુ આંક વિશે

આ પણ વાંચો: હોસ્પિટલોની લુંટ: વડોદરામાં કોરોનાના દર્દીઓ પાસેથી વધુ રૂપિયા ખંખેર્યાનો મામલો, કોર્પોરેશને લીધી આ એક્શન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">