AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: પોરબંદર વાસીઓએ ડિફેન્સ એકસ્પોમાં નિહાળ્યા વિવિધ કરતબ

ડિફેન્સ એક્સપોમાં પોરબંદર કોસ્ટગાર્ડના બે જહાજ જે મેક ઈન ઈન્ડિયા  અંતર્ગત બનેલા છે.  જેમાં 'સાર્થક' અને 'સજગ' બે  દિવસ માટે જાહેર જનતાને જોવા માટે  ખુલ્લા મુકવામાં આવ્યા છે .પોરબંદર ખાતે એકસ્પોને બે દિવસમાં આશરે 3000થી વધુ લોકોએ નિહાળ્યો હતો. 

Porbandar: પોરબંદર વાસીઓએ ડિફેન્સ એકસ્પોમાં નિહાળ્યા વિવિધ કરતબ
Porbandar defense Expo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 11:34 PM
Share

અમદાવાદ અને ગાંધીનગર સાથે પોરબંદરમાં (Porbnadar) પણ ડિફેન્સ એક્સ્પો ખુલ્લો મુકવામાં આવ્યો છે.  પોરબંદરમાં કોસ્ટગાર્ડ જેટ્ટી ખાત અત્યાધુનિક જહાજો, ડોનીયર અને એરક્રાફ્ટથી ડેમોસ્ટ્રેશ યોજાયું હતુું. જેને નિહાળવા માટે મોટા પ્રમાણમાં શહેરીજનોએ ઉમટી પડ્યા હતા. આવનાર પેઢી દેશના સુરક્ષા દળોથી પરિચિત બને અને ડિફેન્સમાં જોડાય તેવા ઉદ્દેશથી ડિફેન્સ એક્સપો  (Defense Expo ) યોજાયો હતો. ડિફેન્સ એક્સપો અંતર્ગત કોસ્ટગાર્ડ  (Coastguard ) દ્વારા સમુદ્રી રેસ્ક્યુ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.  કોસ્ટગાર્ડ દ્વારા મધ દરિયે કેવી કામગીરી પાર પાડવામાં આવે છે તેનું નિદર્શન પણ આપવામાં આવ્યું હતું.

પોરબંદર કોસ્ટગાર્ડ સહિત દેશની સુરક્ષા એજન્સીઓ સાથે મળી ડિફેન્સ એક્સપો 2022નું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવેલું છે. જેમાં દરેક એજન્સી પોતાના કર્તવ્ય અને કામગીરી લોકો સુધી પહોંચે અને આવનારી પેઢી સુરક્ષા એજન્સીઓથી વાકેફ બને તેવા પ્રકારના કરતબ અને આધુનિક જહાજો ,ડોનીયર, એરક્રાફ્ટથી લોકોને વાકેફ કરાયા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજોએ અદ્યતન મેસર્સ GSL ગોવા મેક ઈન ઈન્ડિયા જહાજો છે. જે અત્યાધુનિક મશીનરી અને સેન્સર સાથે છે. ઉપરાંત પોરબંદર ખાતેના કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા ‘ઓપરેશન્સ ડેમો’નો સમાવેશ થશે.

ડિફેન્સ એક્સપોમાં પોરબંદર કોસ્ટગાર્ડના બે જહાજ જે મેક ઈન ઇન્ડિયા  અંતર્ગત બનેલા છે.  જેમાં ‘સાર્થક’ અને ‘સજગ’ બે  દિવસ માટે જાહેર જનતાને જોવા માટે  ખુલ્લા મુકવામાં આવ્યા છે. પોરબંદર ખાતે એકસ્પોને બે દિવસમાં આશરે 3000થી વધુ લોકોએ નિહાળ્યો હતો. આવનાર પેઢી વાયુ દળ. હવાઈ દળ અને ભૂમિ દળ શું છે જેનાથી પરિચિત બને અને આવનાર દિવસોમાં ડિફેન્સમાં જોડાય અને તેની કાર્યપધ્ધતીથી માહિતગાર બને તેવા ઉદ્દેશ સાથે ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત રહે સમુદ્રમાં પરિવહન કરતા મોટા જહાજો ફિશિંગ બોટ કે અન્ય પ્રવૃત્તિ પર કોસ્ટગાર્ડ સતત નજર રાખે છે. જેની માહિતી લોકોને મળે અને કેટલી કઠિન કામગીરી મધ દરિયે કોસ્ટગાર્ડ કરે તેનું નિદર્શન કરવામાં આવ્યું તેનાથી લોકો આશ્ચર્યચકિત બનીને   તે જોતા રહ્યા હતા.

વડાપ્રધાને એરફોર્સ સ્ટેશનનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) ગાંધીનગરના મહાત્મા મંદિરેથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને (Defense Expo)  ખુલ્લો મુક્યો છે. સાથે જ ડીસાના 52 વિંગ એરફોર્સ સ્ટેશનનો શિલાન્યાસ કર્યો.આ પ્રદર્શનમાં ભારતીય સેનાનું પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની પ્રજા નજીકથી નિહાળી શકશે. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરેથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને (Defense Expo)  ખુલ્લો મુક્યો છે. સાથે જ ડીસાના 52 વિંગ એરફોર્સ સ્ટેશનનો શિલાન્યાસ કર્યો.

બનાસકાંઠાના ડીસામાં નવા અને આધુનિક એરબેઝને વિકસિત કરવામાં આવશે. ડીસામાં વિકસિત થનારું આ એરબેઝ દેશની વાયુસેનાઓની સીમાઓને સુરક્ષિત રાખવાની રણનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રદર્શનમાં ભારતીય સેનાનું પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની પ્રજા નજીકથી નિહાળી શકશે. ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ડિફેન્સ એકસપોનું ભવ્ય આયોજન કરાયું છે.

 વિથ ઇનપુટ ક્રેડિટ: હિતેશ ઠકરાર ટીવી9 પોરબંદર

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">