Porbandar: લમ્પીગ્રસ્ત ગાયના મૃતદેહના હિંદુવિધીથી અંતિમ સંસ્કાર કરવા કોંગ્રેસની માગ

|

Aug 07, 2022 | 5:44 PM

લમ્પીના કહેર વચ્ચે છાંયા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકા દ્વારા પશુના મૃતદેહના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા કુછડી નજીક દરિયાકાંઠે અસંખ્ય ગાયોના (Cow) મૃતદેહ ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યાં છે.

Porbandar: લમ્પીગ્રસ્ત ગાયના મૃતદેહના હિંદુવિધીથી અંતિમ સંસ્કાર કરવા કોંગ્રેસની માગ
Lumpy Virus

Follow us on

રાજ્યભરમાં લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. લમ્પી વાયરસને (Lumpy Virus) કારણે અસંખ્ય પશુઓના ટપોટપ મોત થઇ રહ્યાં છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે પોરબંદરમાં  (Porbandar) વિચલિત કરતા કેટલાક દ્રશ્યો સામે આવ્યાં છે. લમ્પીના કહેર વચ્ચે છાંયા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકા દ્વારા પશુના મૃતદેહના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા કુછડી નજીક દરિયાકાંઠે અસંખ્ય ગાયોના (Cow) મૃતદેહ ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યાં છે. ત્યારે નગરપાલિકાએ યોગ્ય વ્યવસ્થાન ન કરતા ખુલ્લામાં પશુઓના મૃતદેહ રઝળી રહ્યાં છે. તો બીજી તરફ પાલિકાની બેદરકારીને ઉજાગર કરવા કોંગ્રેસના કાર્યકરો જાવર વિસ્તારની મુલાકાતે પહોંચ્યાં હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જોયું કે જાવર વિસ્તારમાં ખુલ્લામાં ગાયોના મૃતદેહ ફેંકી દેવામાં આવ્યા  છે. આ જોઈને કોંગ્રેસના કાર્યકરોએ હિન્દુ વિધિ પ્રમાણે ગાયોની અંતિમવિધી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

મુખ્યમંત્રીએ લીધી હતી જામનગરની મુલાકાત

ગુજરાતમાં  લમ્પી વાયરસનો(Lumpy Virus) ફેલાવો વધી રહ્યો છે. જેમાં રાજ્યના 20 જિલ્લામાં 65 હજાર પશુ લમ્પીગ્રસ્ત થયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) લમ્પી વાયરસથી વધુ અસર ગ્રસ્ત એવા જામનગર જિલ્લાની  ગત રોજ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી લમ્પી સ્કિન ડીસીઝની સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સઘન સારવારનાં પરિણામે જિલ્લામાં 1609 પશુઓ લમ્પીમુક્ત થયા. હાલ 3692 પશુઓ સારવાર હેઠળ છે. તેમજ જિલ્લામાં કુલ 1,10, 456 પશુઓનું રસીકરણ કરાયું છે. જેમાં જિલ્લામાં 95 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ છે.

બીજી તરફ રાજકોટના ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. ધોરાજીના નાની મારડ ગામમાં એક સાથે 15 ગાયોમાં લમ્પીનું સંક્રમણ જોવા મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે લમ્પીનો પગપેસારો થતાં પશુપાલકો ચિંતિત બન્યા છે. લમ્પીને નાથવા સરકાર તાત્કાલિક રસીકરણની કામગીરી શરૂ કરે તેવી માગ પશુપાલકોએ કરી છે.

ઉપલેટામાં થોડા દિવસ અગાઉ ગૌ સેવકોએ ગાયોને સુરક્ષિત કરવા 800 જેટલી ગાયને રસી (Vaccine) આપી હતી. રાજકોટના ઉપલેટામાં વડચોક ગૌશાળામાં ગૌસેવકોએ ગાયોને લમ્પી વાયરસ સામે રક્ષણ આપવા અનોખી પહેલ હાથ ધરી છે. ગૌશાળાના સંચાલકોએ લમ્પી વાયરસ સામે ગાયોને રક્ષણ આપવા 800 જેટલી ગાયોને રસી અપાવી છે.

Next Article