ડબલ ટ્રેક કામના કારણે ભાવનગર-પોરબંદરની સુપરફાસ્ટ ટ્રેન રદ

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે સ્થિત નાગપુર ડિવિઝનના કનહન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે ભાવનગર (Bhavnagar) ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનો રદ કરવામાં આવી છે.

ડબલ ટ્રેક કામના કારણે ભાવનગર-પોરબંદરની સુપરફાસ્ટ ટ્રેન રદ
Bhavnagar: Passengers will again get the facility of linen blankets
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Aug 06, 2022 | 11:30 PM

નાગપુર (Nagpur)ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન  (Porbandar- shalimar superfast train) રદ  કરવામાં આવી છે.  દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે સ્થિત નાગપુર ડિવિઝનના કનહન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે ભાવનગર (Bhavnagar) ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના પગલે તંત્ર દ્વારા મુસાફરોને આ બાબતની નોંધ લેવા અનુરોધ કરાયો છે. આ ટ્રેન રદ થવાને કારણે પોરબંદર તેમજ ભાવનગરના મુસાફરોને અસર થશે.

બ્લોક લેવામાં આવતો હોવાના કારણે 2 ટ્રેનો રદ

નાગપુર ડિવિઝનના કનહન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવતો હોવાના કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનો રદ કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમના જણાવ્યા અનુસાર, રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ પોરબંદર સ્ટેશનથી 10.08.2022 અને 11.08.2022 ના રોજ રદ  કરવામાં આવી છે

 ટ્રેન નંબર 12906 શાલીમાર – પોરબંદર સુપરફાસ્ટ શાલીમાર સ્ટેશનથી 12.08.2022 અને 13.08.2022 ના રોજ રદ  કરવામાં આવી છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati