Porbandar : ઓખાના દરિયામાં કોસ્ટગાર્ડે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પાકિસ્તાની બોટને ઝડપી પાડી
ભારતીય કોસ્ટ ગાર્ડને ગુજરાત(Gujarat) એટીએસે આપેલી માહિતીના આધારે કોસ્ટ ગાર્ડે પોરબંદર નજીક ભારતીય જળસીમામાં 07 ક્રૂ સાથે પાકિસ્તાની બોટ અલ નોમાન ઝડપી છે. આ બોટમાં દારૂનો જથ્થો હોવાની શંકા છે અને વધુ તપાસ અને તપાસ માટે ઓખા લાવવામાં આવી રહી છે
ગુજરાતના(Gujarat)પોરબંદરના(Porbandar)ઓખાના દરિયામાં કોસ્ટગાર્ડે(Costguard) પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બોટને(Boat)ઝડપી પાડી છે. ભારતીય જળ સીમા નજીકથી જ કોસ્ટગાર્ડના જવાનોએ બોટને પકડી પાડી હતી. કોસ્ટગાર્ડના જવાનોએ બોટને ઓખા લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ બોટમાં સવાર ક્રુ મેમ્બર્સનું એજન્સી દ્વારા જોઈન્ટ ઈન્ટ્રોગેશન કરવામાં આવશે.
આ સમગ્ર મામલે ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું છે કે ભારતીય કોસ્ટ ગાર્ડને ગુજરાત એટીએસે આપેલી માહિતીના આધારે કોસ્ટ ગાર્ડે પોરબંદર નજીક ભારતીય જળસીમામાં 07 ક્રૂ સાથે પાકિસ્તાની બોટ અલ નોમાન ઝડપી છે. આ બોટમાં દારૂનો જથ્થો હોવાની શંકા છે અને વધુ તપાસ અને તપાસ માટે ઓખા લાવવામાં આવી રહી છે
#BREAKING@IndiaCoastGuard 🚢 Arinjay on #intelligence input by ATS #Gujarat apprehended #Pakistani 🚣 Boat Al Noman with 07 crew in #Indian 🇮🇳waters at #ArabianSea
Boat suspected of carrying contraband & being brought to Okha for further rummaging & investigation@dgpgujarat pic.twitter.com/ds5gHa20x2
— PRO Defence Gujarat (@DefencePRO_Guj) June 1, 2022
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પણ એપ્રિલ માસમાં પોરબંદર ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલી ફિસિંગ બોટને લઇ મોટો ખુલાસો થયો હતો. જેમાં અપહરણ કરાયેલ ફિસિંગ બોટોનો પાક મરીન સિક્યુરિટી ઉપયોગ કરતું હોવાનું સામે આવ્યું હતું. ભારતીય ફિશિંગ બોટના રંગરૂપ બદલી પાકિસ્તાન સુરક્ષા એજન્સી વપરાશ કરી રહી છે..પાક મરીન સિક્યુરિટી એજન્સીના ટ્વીટર હેન્ડલ પર ભારતીય બોટને રંગરૂપ બદલી ફોટો શેર કરતા સમગ્ર ભાંડો ફુટયો હતો.