Surat: પોલીસને શનિ રવિ સમય ન મળ્યો, સોમવાર સવારથી AAP ના નગરસેવકોની ધરપકડ શરૂ, જાણો વિગત

મારામારી કરવાના ગુનામાં પોલીસે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની ધરપકડ સોમવાર સવારથી શરૂ કરી દીધી છે. અને આ એવા સમયે થઇ રહ્યું છે જ્યારે સાંજે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળવા જઈ રહી છે.

Surat: પોલીસને શનિ રવિ સમય ન મળ્યો, સોમવાર સવારથી AAP ના નગરસેવકોની ધરપકડ શરૂ, જાણો વિગત
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની ધરપકડ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 28, 2021 | 12:57 PM

સોમવારે એટલે કે આજે સાંજે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળવા જઈ રહી છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં તોડફોડ તેમજ મારામારી કરવાના ગુનામાં પોલીસે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની ધરપકડ આજે સવારથી શરૂ કરી દીધી છે. લાલગેટ પોલીસ દ્વારા આપના અલગ-અલગ કોર્પોરેટરોની ધરપકડનો દોર પોલીસ દ્વારા શરુ કરી દેવામાં આવ્યો છે. જો

આપના તમામ કોર્પોરેટરની ધરપકડ થાય તો સભામાં વિપક્ષી સભ્યોની ગેરહાજરીમાં જ ભાજપ સામાન્ય સભામાં તમામ કામોને મંજુરી આપી દેશે અને જો આવું થયું તો મહાનગર પાલિકાના ઇતિહાસમાં આવું પહેલીવાર હશે.

ગયા શુક્રવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાઈ હતી. જોકે ક્રોસ વોટીંગ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર બેલેટ પેપર છુપાવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને ફરીથી ચૂંટણી કરવાની માંગ કરી હતી. જોકે ભાજપે આ માગણીઓ ન સ્વીકારતાં આપના કોર્પોરેટરો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપી થઇ હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જેમાં આપના 27 કોર્પોરેટરો સહિત શિક્ષણ સમિતિના બે ઉમેદવાર મળીને 29 વિરુદ્ધ સરકારી કામકાજમાં હસ્તક્ષેપ, મારામારી સહિત અલગ-અલગ 14 કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.

શનિવારે બપોરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શનિવાર અને રવિવારે કોર્પોરેટરોની ધરપકડ નથી કરી. હવે સોમવારે એટલે કે આજે આ ધરપકડ થવાની શરૂઆત કરી છે. પહેલીવાર પાલિકાના સરદાર સભાગૃહમાં સામાન્ય સભા મળવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ફરીવાર ચૂંટણી કરવાની માંગણી કરવામાં આવી શકે છે.

શિક્ષણ સમિતિની ચૂંટણી ના મુદ્દા પર સામાન્ય સભામાં હંગામો થવાની સંભાવના છે. આપના કોર્પોરેટરે સામાન્ય સભા નવા વિસ્તારોમાં પાયાની સુવિધા, ખાડી સફાઈ સહિત બીજા મુદ્દા પણ ઉઠાવી શકે છે.

આવા સમયે જ્યારે સાંજે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળવા જઈ રહી છે. ત્યારે જો આપના તમામ કોર્પોરેટરની ધરપકડ થાય તો સભામાં વિપક્ષી સભ્યોની ગેરહાજરીમાં જ ભાજપ સામાન્ય સભામાં તમામ કામોને મંજુરી આપી દે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: SURAT : AAPના મહિલા કોર્પોરેટરના પતિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, મનિષ સિસોદીયાની પત્રકાર પરિષદ સમયે બની ઘટના

આ પણ વાંચો: Surat : જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ભાજપનો કર્યો ત્યાગ, AAPની ટોપી ધારણ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">