AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે PM મોદી, આ તારીખે આવશે ગુજરાત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

પીએમ મોદી 20 ફેબ્રુઆરીએ જમ્મુના પ્રવાસે હશે અને તેઓ અહીં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ એક રેલીને પણ સંબોધિત કરશે. જો જોવામાં આવે તો પીએમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. જમ્મુ પ્રવાસ બાદ પીએમ ફેબ્રુઆરીમાં યુપી અને ગુજરાતના ચાર દિવસીય પ્રવાસ પર હશે. આગામી લોકસભા ચૂંટણી પહેલા PM અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

5 દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે PM મોદી, આ તારીખે આવશે ગુજરાત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
| Updated on: Feb 15, 2024 | 7:24 PM
Share

પીએમ મોદી હાલ કતારના પ્રવાસે છે. પ્રવાસમાંથી પરત આવ્યા બાદ પીએમ 20 ફેબ્રુઆરીએ જમ્મુની મુલાકાતે જવાના છે. પીએમ અહીં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેમની મુલાકાત પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

19 ફેબ્રુઆરીએ સંભલમાં કલ્કી ધામનો શિલાન્યાસ કરશે

પીએમ મોદી 20 ફેબ્રુઆરીએ જમ્મુના પ્રવાસે હશે અને તેઓ અહીં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ એક રેલીને પણ સંબોધિત કરશે. જમ્મુ પહેલા પીએમ 19 ફેબ્રુઆરીએ સંભલમાં કલ્કી ધામની મુલાકાત લેશે. સવારે દસ વાગ્યે કલ્કિ ધામનો શિલાન્યાસ કરશે અને પછી જમ્મુ જવા રવાના થશે.

PMની જમ્મુ મુલાકાત

પીએમ મોદીની જમ્મુની મુલાકાત પહેલા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે પીએમ જમ્મુમાં જાહેર રેલીને સંબોધશે. આ રેલી શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલ્વે સ્ટેશન પર કટરા-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ માટે યોજાશે. મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદી સાંબાના વિજયપુર ખાતે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), રિયાસી જિલ્લામાં ચિનાબ પરનો સૌથી ઉંચો રેલવે બ્રિજ, ઉધમપુરમાં દેવિકા પ્રોજેક્ટ, IIM જમ્મુ અને શાહપુર-કાંડી ડેમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

PM ગુજરાતના પ્રવાસે હશે

જો જોવામાં આવે તો પીએમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. જમ્મુ પ્રવાસ બાદ પીએમ 22-25 ફેબ્રુઆરી સુધી યુપી અને ગુજરાતના ચાર દિવસીય પ્રવાસ પર હશે. આગામી લોકસભા ચૂંટણી પહેલા PM 22 ફેબ્રુઆરીએ અમદાવાદ, તરભ, નવસારી અને કાકરાપાળમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પછી, તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રાત્રિ આરામ કર્યા પછી, 23 ફેબ્રુઆરીએ, પીએમ સંત ગુરુ રવિદાસ જયંતિના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજને જનતાને અર્પણ કરશે

24મી ફેબ્રુઆરી શનિવારના રોજ તેઓ જામનગરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે અને ત્યારબાદ 25મી ફેબ્રુઆરીને રવિવારે તેઓ બેટ દ્વારકા ખાતે  સિગ્નેચર બ્રિજને જનતાને અર્પણ કરશે. આ પછી, તેઓ રાજકોટ એઈમ્સમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ઘણા વિકાસ પ્રોજેક્ટોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો: PM મોદીએ અબુધાબીમાં કહ્યું: UAEની જમીને ઈતિહાસનો નવો સુવર્ણ અધ્યાય લખ્યો

g clip-path="url(#clip0_868_265)">