રાજકોટ AIIMSનાં ઉદ્ઘાટન પ્રસંગે PM MODIએ કહ્યું કે વર્ષ 2020 ચેલેન્જનું જ્યારે વર્ષ 2021 સોલ્યુશનનું રહેશે

રાજકોટ AIIMSનાં ઉદ્ઘાટન પ્રસંગે PM MODIએ કહ્યું કે વર્ષ 2020 ચેલેન્જનું જ્યારે વર્ષ 2021 સોલ્યુશનનું રહેશે

| Edited By: Pinak Shukla

Dec 31, 2020 | 1:34 PM

ગુજરાતને મેડિકલ ક્ષેત્રે આજે સૌથી મોટી ભેટ મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધતા વડાપ્રધાને કહ્યું કે ગુજરાત 20 વર્ષથી મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધાઓ માટે કાર્યરત છે. એઈમ્સ મારફતે સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારના લોકોને રાજકોટમાં હાઈટેક સાધનો, જાણીતા તબીબોની મદદથી શ્રેષ્ઠ સારવાર મળશે. રાજકોટ નજીક ખંઢેરીમાં 1195 કરોડ રૂપિયા ખર્ચે વિશાળ એઈમ્સનું નિર્માણ થશે. એઈમ્સમાં 5 હજારથી વધુ લોકોને રોજગારીની તક પણ મળશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, પ્રધાનો અને સાંસદો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

ભારત વાસીઓને કોરોનાની રસી ટૂંક સમયમાં જ મળવાનું શરૂ થશે. વડાપ્રધાન મોદીએ ખાત્રી આપી કે કોરોનાની રસીનું કામ અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે.  કોરોના રસીના થોડા દિવસોમાં જ મંજૂરી મળી જશે જે બાદ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થશે. દેશના કરોડો લોકોને કોરોના રસી આપવાની તૈયારીઓ તંત્રએ પૂર્ણ કરી લીધી છે.

વડાપ્રધાને કોરોના કાળમાં દેશવાસીઓને 2021નો નવો મંત્ર આપ્યો. કોરોનાની રસી આવે તો પણ માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું કડક પાલન કરવા જણાવ્યું. મોદીએ કહ્યું કે દવાની સાથે જ કડકાઈ પણ જરૂરી છે.

1250 કરોડના ખર્ચે તૈયાર થનારી 750 બેડ ધરાવતી એઈમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરૂ થશે. એઇમ્સના સંચાલન માટે અત્યારથી જ 5000થી વધુના સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે. ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓપીડીથી લઈ ટ્રોમા સેન્ટર સુધીના તમામ ઇમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવશે. 200 એકર જમીન પર નિર્માણ થનાર એઈમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે માટે કોલેજ પણ કાર્યરત કરાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Dec 2020 11:45 AM (IST)

    RAJKOT AIIMS- PM MODI કહ્યું કે રસી આવી ગયા બાદ અફવાઓથી દુર રહેજો

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે અભય ભારદ્વાજને આજે યાદ કરૂ છું કે તેમને અમે કોરોનીથી ગુમાવી દીધુ છે. AIIMS ગુજરાત માટે છે અને તેમણે ગુજરાતવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. તમામ લોકોને તેમણે કોરોનીથી સાવચેતી રાખવા ખાસ અપીલ કરી હતી.

  • 31 Dec 2020 11:43 AM (IST)

    RAJKOT AIIMS- PM MODI એ ન ભુલતા કે કોરોના ગયો નથી એટલે ચેતતા રહેજો અને ઢીલ મુકવાની જરૂર નથી

    વડાપ્રધાને જણાવ્યું કે ગુજરાતવાસીઓએ સમજી લેવાની જરૂર છે કે માસ્ક, અંતર જાળવજો. દવા આવી ગઈ છતા ચુસ્તતા જાળવજો

  • 31 Dec 2020 11:40 AM (IST)

    RAJKOT AIIMS- PM MODI કહ્યું કે ભારત પાસે ક્ષમતા છે અને સેવાની ભાવના છે એટલે જ તે મેડીકલ સેન્ટર બન્યું

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે શારીરિક સ્વાસ્થયની ચિંતા કરવી જોઈેએ અને આ જ મંત્રને નવા વર્ષમાં ઉતારવાની જરૂર છે. માત્ર નવયવાનો માટે ફીટ ઈન્ડિયા નથી બધા માટે છે. બધાએ પોતાને સ્વસ્થ રાખવાની જરૂર છે.

  • 31 Dec 2020 11:38 AM (IST)

    RAJKOT AIIMS- PM MODI કહ્યું કે વર્ષ 2020 ચેલેન્જનું રહ્યું તો 2021 સોલ્યુશનનું રહેશે

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુનિયાને માસ ઈમ્યુનાઈઝેશન અને એક્સપર્ટાઈઝ પણ મળશે. હેલ્થ ટેકનોલોજી સ્ટાર્ટ અપ ટેકનોલોજી મેળવશે. બિમારીઓ ગ્લોબલાઈઝ થઈ રહી છે ત્યારે સમય છે કે હેલ્થ સોલ્યુશન પણ ગ્લોબલાઈઝ થાય તે જરૂરી છે. રસ્તો છે કે બધાને એકસાથે લઈને ચાલવું અને બધા માટે વિચારવું. ભારતે આ કરી ને બતાવ્યું છે.

  • 31 Dec 2020 11:36 AM (IST)

    RAJKOT AIIMS- PM MODIએ કહ્યું કે દેશમાં મેડીકલ એજ્યુકેશનમાં વધારો કરવા મિશન મોડ પર કામ

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે મેડીકલ એજ્યુકેશન માટે સરકાર કામ કરી રહી છે. દરેક રાજ્ય સુધી AIIMS પહોચે અને મેડીકલ કોલેજમાં વધારો કરવામાં આવશે. મેડીકલ સીટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

  • 31 Dec 2020 11:33 AM (IST)

    RAJKOT AIIMS- PM MODIએ કહ્યું કે હેલ્થ અને વેલનેસને લઈને શહેર અને ગામડાઓમાં ગંભીરતા આવી

    વડાપ્રધાને જણાવ્યું કે નાં માત્ર શહેર પરંતુ ગામડાઓમાં પણ હવે આરોગ્યને લઈને લોકોમાં જાગૃતિ આવી રહી છે. યોગ્ય સમયે મળી રહેલી સારવારને લઈને વડાપ્રધાન માતૃવંદના યોજના હેઠળ તેમને પોષણ મળે છે કે કેમ તે ચકાસીને કામ કરવામાં આવી રહ્યું છે જેનો ફાયદા મહીલાઓનાં સ્વાસ્થયને મળી રહ્યો છે

  • 31 Dec 2020 11:29 AM (IST)

    RAJKOT AIIMS- PM MODIએ કહ્યું ગરીબ અને મધ્યમ વર્ગ માટે દવા અને બિમારી યક્ષપ્રશ્ન રહ્યો છે

    વડાપ્રધાને જણાવ્યું કે ગરીબ અને મધ્યવર્ગનાં લોકો માટે ગરીબી અને ઈલાજ માટે પૈસા ન હોવાથી તે લોકો સારવાર જ નથી કરાવતા અને દોરા ધાગા તરફ જતા રહે છે. અમારી સરકારે આ બધાની ચિંતા કરીને તેમને સસ્તી દવા આપવાનો પ્રયાસ કર્યો છે.

  • 31 Dec 2020 11:26 AM (IST)

    RAJKOT AIIMS- PM MODIએ કહ્યું કે કોરોના વેક્સીન ફાઈનલ તબક્કામાં છે, સરકાર કરી રહી છે ગરીબોને મદદ

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોનાની વેક્સીન ફાઈનલ તબક્કામાં છે અને દેશ સૌથી મોટા વેક્સીનેશન તરફ આગળ વધી રહ્યો છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ મોટી સંખ્યામાં ગરીબોએ સારવાર મેળવી, જન ઔષધી કેન્દ્ર પર 100 રૂપિયાની દવા 10 રૂપિયામાં અમારી સરકારની યોજના હેઠળ આપવામાં આવી રહી છે.

  • 31 Dec 2020 11:23 AM (IST)

    RAJKOT AIIMSને મેળવવા માટે બે દશકની મહેનત જવાબદાર છે અને તેનો લાભ ગુજરાતને મળશે

    આઝાદીનાં આટલા દશક પછી માત્ર 6 AIIMS હતી અમારી સરકારનાં સમયમાં 10 જેટલી AIIMS બની રહી છે. અને 20 તેના જેવી જ સુપર સ્પેશ્યાલિટી ધરાવતી હોસ્પિટલ શરૂ કરવામાં આવશે

  • 31 Dec 2020 11:20 AM (IST)

    RAJKOT AIIMS- PM MODIએ જણાવ્યું કે વર્ષ 2021 સારવારની આશાનું વર્ષ છે

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે RAJKOT AIIMS રાજ્યને ઘણું સશક્ત બનાવશે. ઈલાજ અને શિક્ષા સાથે રોજગાર પણ મળશે. 5000 લોકોને રાજગારી અને મેડીકલ સુવિધાઓનું પણ સર્જન થશે.

  • 31 Dec 2020 11:18 AM (IST)

    RAJKOT AIIMS- PM MODIએ જણાવ્યું કે ભારતમાં એકતા બને છે ત્યારે મુશ્કેલીએઓને કોઈ સ્થાન નથી

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોનાને યોદ્ધાઓને યાદ કરવાનું આ વર્ષ છે. વર્ષ 2020એ ઘણું શિખવાડ્યું છે. કોરોના સામે લડતા હવે દેશનાં આંકડા નીચે જઈ રહ્યા છે. કોરોનાં સંક્રમણને લઈને ઘણી ચિંતા હતી જો કે આપણે તૈયાર છે

  • 31 Dec 2020 11:14 AM (IST)

    RAJKOT AIIMS- દેશનાં મેજીકલને જોડવા વાળી કડી જોડાઈ, ગુજરાત સાથે દેશમાં મેડીકલ નેટવર્કમાં વધારો

    વડાપ્રધાન મોદીએ RAJKOT AIIMSનાં સિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાને જમાવ્યું કે 2020 વર્ષે બતાવ્યું કે આરોગ્ય જ સંપતિ છે. આરોગ્ય પર પ્રહાર થાય ત્યારે પરિવાર જ નહી સામાજીક દાયરો પણ ચપેટમાં આવી જાય છે.

  • 31 Dec 2020 11:06 AM (IST)

    RAJKOT AIIMS- રાજ્યમાં મેડીકલ ટુરીઝમ સાથે રોજગારીમાં વધારો થશે- વિજય રૂપાણી

    રાજયને મળેલી AIIMSએ ખુબ અગત્યનું છે અને રાજ્ય મેડીકલ હબ તરફ પ્રયાણ કરી રહ્યું છે. AIIMSમાં હોસ્ટેલ અને સ્ટાફ ક્વાર્ટર પણ રહેશે

  • 31 Dec 2020 11:05 AM (IST)

    RAJKOT AIIMS- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું વર્ષ 2001માં 9 મેડીકલ કોલેજ હતી હવે 31 છે

    ગુજરાતમાં મેડીકલ સેવાને લઈને આગળ વધી રહ્યું હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમમે ઉમેર્યું કે રાજકોટમાં AIIMSનાં આવવાથી મેડીકલ ટુરીઝમમાં પણ વધારો થશે

  • 31 Dec 2020 10:55 AM (IST)

    ગુજરાત માટે AIIMS મળવી આરોગ્યનાં ક્ષેત્રમાં સૌથી મોટું પગલુ, વડાપ્રધાને આપી ગુજરાતને ભેટ-વિજય રૂપાણી

    રાજકોટ AIIMSનાં શિલાન્યાસ પ્રસંગે બોલતા મુખ્યપ્રધાને જણાવ્યું કે ગુજરાત માટે આનંદનો દિવસ, ભાજપનાં શાસનમાં ગુજરાતને આરોગ્ય ક્ષેત્રમાં અનેક ભેટ મળી છે અને નવી સુવિધાનો પણ ઉમેરો થશે.

Published On - Dec 31,2020 10:44 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati