PM MODIએ પૂર્ણ કર્યો એરિયલ સર્વે, જુઓ વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સાથેનાં આકાશી તારાજીનાં દ્રશ્યો

PM MODI: રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો, જેનું વડાપ્રધાન મોદીએ આજે હવાઈ નિરીક્ષણ કર્યું... ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું.

| Updated on: May 19, 2021 | 2:52 PM

PM MODI: રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો, જેનું વડાપ્રધાન મોદીએ આજે હવાઈ નિરીક્ષણ કર્યું… ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું. વડાપ્રધાન 1 કલાક ને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા છે.

હવે ભાવનગરથી અમદાવાદ આવવા રવાના થશે, જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 500 કરોડ સુધીના રાહત પેકેજ અપેક્ષા છે. પીએમ મોદી પ્રાથમિક સર્વેના આધારે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. અમદાવાદ એરપોર્ટ પર સીએમ સહિત મંત્રીમંડળ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે.

તાઉતેને કારણે રાજ્યને અંદાજે રૂ. 3000 કરોડનું નુકસાન
વીજ ક્ષેત્રમાં અંદાજે રૂ. ૧૪૦૦ કરોડ અને ખેતીવાડીમાં રૂ. ૧૨૦૦ કરોડ કરોડનું નુકસાન
માર્ગ અને મકાન ક્ષેત્રે રૂ. ૫૦ કરોડનું નુકસાન
અન્ય ક્ષેત્રોમાં અંદાજે રૂ. ૩૫૦ કરોડનું નુકસાન
સીએમ વિજય રૂપાણી રાહત પેકેજ આપવા કેન્દ્ર સરકારને કરશે રજૂઆત
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને કેન્દ્ર સરકારની રાહત અંગે જાહેરાત કરાય તેવી શક્યતા

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">