AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today : ત્રણ દિવસમાં બીજી વાર ડીઝલના ભાવમાં વધારો થયો, શું ફરી ઇંધણની કિંમત ભડકે બળશે?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.99 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.04 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : ત્રણ દિવસમાં બીજી વાર ડીઝલના ભાવમાં વધારો થયો, શું ફરી ઇંધણની કિંમત ભડકે બળશે?
Petrol-Diesel Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 8:18 AM
Share

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ(Petrol-diesel price today) જાહેર કર્યા છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. IOC એ ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જોકે રવિવારે સતત 21 મા દિવસે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા પર સ્થિર છે બીજી તરફ હવે ડીઝલની કિંમત વધીને 89.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા એટલે કે શુક્રવારે ડીઝલના ભાવમાં 19 દિવસ બાદ 20 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ પેટ્રોલની કિંમત સ્થિર છે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. આનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો છે. છેલ્લા 4 દિવસથી ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. આ વધારો છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ સપાટીએ પહોંચી રહ્યો છે.

વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 77 ડોલર પર ટ્રેડ થઇ રહ્યા છે. એક દિવસ પહેલા, આ ભાવ 77.65 ડોલર સુધી નોંધાયા હતા. ક્રૂડ ઓઇલ ટ્રેડિંગની સ્થિતિને જોતા ઓક્ટોબર 2018 પછી આ સૌથી મોટો વધારો છે.

ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.99 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.04 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.19 89.07
Mumbai 107.26 96.68
Chennai 98.96 93.96
Kolkata 101.62 92.17

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">