Unseasonal rain : ગુજરાતમાં 20 તાલુકામાં અડધાથી લઇને એક ઇંચ સુધીનો કમોસમી વરસાદ, અનેક વિસ્તારોમાં કરા પડ્યા, કેટલાક શહેરોમા રહ્યુ ધુમ્મસનું સામ્રાજ્ય

ગઇકાલે 20થી વધુ તાલુકામાં વરસાદ (Rain ) વરસ્યો છે. સિદ્ધપુર અને વડગામમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે એકાએક વરસાદ થવાના કારણે અનેક લગ્ન પ્રસંગોમાં ભંગ પડ્યો છે.

Unseasonal rain : ગુજરાતમાં 20 તાલુકામાં અડધાથી લઇને એક ઇંચ સુધીનો કમોસમી વરસાદ, અનેક વિસ્તારોમાં કરા પડ્યા, કેટલાક શહેરોમા રહ્યુ ધુમ્મસનું સામ્રાજ્ય
ગુજરાતમાં કમોસમી વરસાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 12:42 PM

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાંક શહેરોમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. તો સાથે જ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ગઇકાલે 20થી વધુ તાલુકામાં અડધાથી લઇને એક ઇંચ સુધીનો કમોસમી વરસાદ વરસ્યો છે. પાટણના સિદ્ધપુર અને બનાસકાંઠાના વડગામમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે એકાએક વરસાદ થવાના કારણે લગ્ન પ્રસંગોમાં ભંગ પડ્યો છે.

બે દિવસથી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહેસાણા, સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના પાલનપુર પંથકમાં ગત રાત્રે એક ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. તો પાટણના સિદ્ધપુર અને બનાસકાંઠાના વડગામમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના દાંતામાં 16 mm, અમીરગઢમાં 15 mm વરસાદ નોંધાયો છે.   અંબાજી, અમદાવાદ, મહેમદાવાદમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અનેક જિલ્લામાં કરા પડ્યા

આજે વહેલી સવારથી ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના દહેગામ તાલુકામાં કરા સાથે વરસાદ પડ્યો છે. દહેગામમાં બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. લવાડ અને કરજોદરા ગામે કરા સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા જગતનો તાત ફરી ચિંતામાં આવી ગયો છે. થેરાસણા, વડગામડા, થુરાવાસ, કેશરગંજ અને મેધમાં વરસાદી માહોલ છવાયો હતો.

ધુમ્મસના કારણે વાહનચાલકોને હાલાકી

વાતાવરણમાં પલટા સાથે રાજ્યના કેટલાંક શહેરોમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા, ધોળકા, કલોલ સહિતના શહેરોમાં ધુમ્મસીયો માહોલ જોવા મળ્યો. આ તમામ શહેરોમાં વિઝિબિલિટી જીરો જોવા મળી. તો ભારે ધુમ્મસને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. મહત્વપૂર્ણ છે કે ધુમ્મસને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની સાથે,,ખેતીને નુકસાનની ભીતી સેવાઇ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">