AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2022 : ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેશે

Monsoon 2022 : ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 4:03 PM
Share

રાજ્યમાં ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ (Monsoon 2022) જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાક ગુજરાત (Gujarat) માટે ભારે હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ (Monsoon 2022)  જોવા મળશે. તો આગામી 24 કલાક ભારે વરસાદ (Rain) પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમના કારણે દરિયાકિનારાના વિસ્તારોમાં તેજ ગતિથી પવન ફુંકાવાની શક્યતા છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

પાટણમાં પણ અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાક ગુજરાત માટે ભારે હોવાનું માનવામાં આવી રહ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો પાટણમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આગાહી પ્રમાણે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ મહેસાણા જિલ્લામાં વહેલી સવાર જ વરસાદી માહોલ છવાયેલો છે. સવારના 6 થી 10 વાગ્યા સુધીના બે કલાકમાં જ જિલ્લાના તમામ 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મહેસાણામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વડનગરમાં અને વિસનગરમાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો અન્ય 7 તાલુકાઓમાં સામાન્યથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

બે કલાકમાં 12 તાલુકામાં વરસાદ

આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં જ 12 તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પાટણના સરસ્વતીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. પાટણમાં બે ઇંચ, જ્યારે રાધનપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. આ સીઝનમાં કચ્છમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ છે. ચાલુ સીઝનમાં કચ્છમાં 151.94 ટકા વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં 108.15 ટકા વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 98.94 ટકા વરસાદ ખાબક્યો છે.

g clip-path="url(#clip0_868_265)">