AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓેને આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાની જાહેરાત કરી

સરકારી કર્મચારીઓ માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની મહત્વની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો 1 જુલાઇ 2021થી જ લાગુ થવાનું ગણવામાં આવશે.

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓેને આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાની જાહેરાત કરી
Gujarat govt increases dearness allowance by 3 percent for it's employees
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 12:43 PM
Share

1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસની (Gujarat Foundation Day) રાજ્યકક્ષાની ઉજવણી પાટણ (Patan) જિલ્લામાં કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ આપી. આ સાથે જ તેમણે ગુજરાત સ્થાપના દિવસે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (dearness allowance ) 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયથી 9 લાખથી વધુ સરકારી કર્મચારીઓને ફાયદો થશે.

સરકારી કર્મચારીઓ માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની મહત્વની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો 1 જુલાઇ 2021થી જ લાગુ થવાનું ગણવામાં આવશે. આ નિર્ણય બાદ 1 જુલાઇ 2021થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે અપાશે.

આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાનના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારો દસ મહિનાની એરિયર્સની રકમ સાથે આપવાની જાહેરાત કરી છે. આ રકમ બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1217.44 કરોડનું નાણાકીય ભારણ વધશે.

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલે પાટણમાં સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યુ. સાથે જ પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ આપી. મુખ્યપ્રધાને આ પ્રસંગે જણાવ્યુ કે રાજ્યમાં આઠ સ્થળોએ રિઝનલ સાયન્સ સેન્ટર બનશે. આઠમાંથી ચાર સાયન્સ સેન્ટર તૈયાર થઇ ચૂક્યા છે. તેમણે એમ પણ જણાવ્યુ કે ભુજ, ભાવનગર અને કચ્છનું સાયન્સ સેન્ટરનું 95 ટકા પૂર્ણ થયુ છે. એક વર્ષમાં બાકીના તમામ સેન્ટરોનું ઉદ્ધાટન થશે.

આ પણ વાંચો-Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

આ પણ વાંચો-જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’

સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
g clip-path="url(#clip0_868_265)">