PATAN : ચોમાસામાં શહેરના રોડ-રસ્તા ધોવાતા વાહનચાલકો પરેશાન, તંત્ર ઘોર નિંદ્રામાં

|

Oct 11, 2021 | 2:22 PM

સમી-શંખેશ્વરના ૨૨ કીમી રોડ પર પડેલા ખાડાથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની સાથે આ રોડ નજીકના આસપાસના ગામના લોકો પણ રોષે ભરાયા છે.

PATAN : ચોમાસામાં શહેરના રોડ-રસ્તા ધોવાતા વાહનચાલકો પરેશાન, તંત્ર ઘોર નિંદ્રામાં
PATAN: Monsoon disturbs motorists washing city roads, system in deep sleep

Follow us on

પાટણ જિલ્લામાં રોડ મરામત માંગી રહ્યા છે. ચોમાસામાં રોડ પર મસમોટા ખાડા પડતા અને રોડ ઘોવાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માર્ગ પરથી પસાર થતા સમયે જાણે કમરના મણકા ખસી જાય તેવી મુશ્કેલી સાથે વાહન લઇને પસાર થવું પડી રહ્યું છે. વાત છે જૈન તીર્થઘામ શંખેશ્વરના રોડની.

પાટણના જૈન તીર્થઘામનો માર્ગ બન્યો બીસ્માર. સમી-શંખેશ્વર રોડ પર પડ્યા મચમોટા ખાડા. વાહનચાલકોના શરીરઅંગો બન્યા દૂખાવો. હા.. ચોમાસું આવતા જ રોડ સામાન્ય વરસાદમાં જ ઘોવાઇ જાય છે અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોડ પર મોટા ખાડા પડી જાય છે. રોડની કપચી પણ રોડની કામગીરી પર સવાલો ઉભા કરે તેવી રીતે બહાર આવીને પોલ ખોલી રહી છે. સમી-શંખેશ્વરને જોડતા ૨૨ કીમી રોડ પર ઠેર ઠેર ખાડા પડતા વાહનચાલકો અને પસાર થતા આસપાસના ગામના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે..

સમી-શંખેશ્વરના ૨૨ કીમી રોડ પર પડેલા ખાડાથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની સાથે આ રોડ નજીકના આસપાસના ગામના લોકો પણ રોષે ભરાયા છે કેમ કે ગામમાં બીમાર વ્યકિતને જો સારવાર માટે ખાનગીવાહનમા ખસેડવામા આવે તો વાહનમાં જ બીમાર વ્યકિતને વઘુ પીડાનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નીર્માણ થાય છે. એવું નથી કે આસપાસના ગામના લોકોએ આ માર્ગની મરામત માટે રજૂઆત નથી કરી અનેક રજૂઆતો બાદ પણ જે રીતે રોડ પર ખાડા યથાવત્ છે તે રીતે રાજકીય નેતા અને આંધળાતંત્રની કામચોરની નીતી પણ યથાવત્ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ચોમાસું આવતા જ અંતરીયાળ ગામો અને શહેરને જોડતા માર્ગ અને રસ્તા બીસ્માર બની જાય છે. અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે જો માર્ગની મરામત સમયસર કરવામાં આવે તો ચૂંટણીમાં મત માંગવા જતા નેતાઓને લોકો મત આપશે નહિ તો મત માંગવા જતા ક્યાંક લોકોના રોષનું ભોગ પણ બનવું પડે તો નવાઈ નહિ.

 

આ પણ વાંચો : Hum Do Hamare Do Trailer : કૃતિ સેનન સાથે લગ્ન કરવા માટે રાજકુમાર રાવ માતાપિતા ને દત્તક લેશે, ફિલ્મ પેટ પકડીને હસાવશે

આ પણ વાંચો :  Amitabh bachchan : પાન મસાલા બ્રાન્ડ સાથે કરાર રદ કર્યો, ફી પરત કરી, 20થી વધુ બ્રાન્ડના એમ્બેસેડર છે બિગ બી

Published On - 2:20 pm, Mon, 11 October 21

Next Article