AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટણના શંખેશ્વર નજીક હીટ એન્ડ રનની ઘટના, 3 પદયાત્રીઓના મોત

પાટણના શંખેશ્વર નજીક ગમખ્વાર હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં 3 પદયાત્રીઓના મોત થયા છે. અજાણ્યા વાહનની ટક્કરે પદયાત્રીઓના મોત થયા છે.

પાટણના શંખેશ્વર નજીક હીટ એન્ડ રનની ઘટના, 3 પદયાત્રીઓના મોત
Heat and run incidentImage Credit source: tv9 gfx
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 11:35 PM
Share

ગુજરાતના પાટણથી (Patan) એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પાટણના શંખેશ્વર નજીક એક ગમખ્વાર અકસ્માત થયો છે. આ હીટ એન્ટ રનની (Heat And Run) ઘટના પાટણના શંખેશ્વર નજીક મોડી સાંજે બની છે. અજાણ્યા વાહનની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો. આ હીટ એન્ડ રનમાં ૩ પદયાત્રાઓના કરુણ મોત થયા છે. જ્યારે 4થી વધારે પદાયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત પદયાત્રીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ માટે પોલીસ કામે લાગી ગઈ છે.

શંખેશ્વર નજીક અજાણ્યા વાહન ચાલકે એક રીક્ષાને ટક્કર મારી હતી, જેની અડફટે પદયાત્રીઓ પણ આવી ગયા હતા. આ પદયાત્રીઓ રાઘનપુરથી ચોટીલા દર્શન માટે પગપાળા જતા હતા. જેમાં શંખેશ્વર નજીક અકસ્માત નડતા મોડી સાંજે રસ્તાઓ મરણ ચીસોથી ગૂંજી ઉઠયા હતા. રસ્તા પર રીક્ષાનો કાટમાળ, પદયાત્રીઓના મૃત શરીર, લોહીના છાંટા અને ઘાયલોના શરીર પડ્યા હતા, જે હાલ એક એક શ્વાસ માટે ઝઝૂમી રહ્યા છે. આવી દર્દનાક સ્થિતિમાં મદદ કરવાના સ્થાને અજાણ્યો વાહન ચાલક નાસી છુટ્યો હતો. સ્થાનિકોએ આગળ આવી સ્થિતિને સંભાળી હતી. જણાવી દઈ કે આ ઘટનામાં રીક્ષાનો કચ્ચુમ્બર બની ગયો હતો.

ગમખ્વાર હીટ એન્ડ રનની ઘટના

ઘટનાસ્થળ અને હોસ્પિટલથી ભયાનક અને રુવાટા ઉભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હીટ એન્ડ રનની ઘટનાને કારણે મોટી સંખ્યામાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટના સ્થળ અને હોસ્પિટલ પહોંચી જરુરી કામગીરી કરી રહી છે. આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકની શોધખોળ ઝડપથી થઈ રહી છે.

શ્રાવણ અને ભાદરવા માસમાં ગુજરાતમાં અનેક લોકમેળા અને પદયાત્રા યોજાતી હોય છે. જેમાં લાખો લોકો પગપાળા પદયાત્રા માટે નીકળતા હોય છે. તેવામાં પદયાત્રીઓનું એક ટોળુ શંખેશ્વર નજીકથી પસાર થઈ રહ્યુ હતુ, જેને અકસ્માત નડયો હતો. આ પદયાત્રીઓ મનમાં ભક્તિભાવ અને આંખમાં ચોટીલામાં ચામુડા માતાના દર્શનની આશા લઈને રાધનપુરથી નીકળ્યા હતા. પણ રસ્તામાં તેમને વર્ષો સુધી ના ભૂલાઈ તેવો અકસ્માત અને પોતાના પ્રિયજનનો મૃત શરીર જોવા પડ્યા હતા.

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">