Panchmahal: હાલોલની દર્શના પટેલ મિસિસ ઇન્ડિયા યુનિવર્સના ખિતાબથી સન્માનિત

પંચમહાલ જિલ્લા માટે આ એવી પ્રથમ ઘટના છે કે જે સૌંદર્ય ક્ષેત્રમાં રાષ્ટ્રીય કક્ષા સુધી જિલ્લાનું નામ પહોંચ્યું હોય અને ખિતાબ મેળવ્યો હોય. મિસિસ યુનિવર્સનો ખિતાબ મેળવનાર દર્શના પટેલ જણાવે છે કે...

Panchmahal: હાલોલની દર્શના પટેલ મિસિસ ઇન્ડિયા યુનિવર્સના ખિતાબથી સન્માનિત
Panchmahal: Halol's Darshana Patel honored with the title of Mrs. India Universe
Follow Us:
Nikunj Patel
| Edited By: | Updated on: Apr 01, 2022 | 2:38 PM

પંચમહાલ (Panchmahal) જિલ્લાના હાલોલની (HALOL) દર્શના પટેલ (Darshana Patel)મિસિસ ઇન્ડિયા યુનિવર્સના (Mrs. India Universe) ખિતાબથી સન્માનિત થતાં સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ દેશભરમાં વધાર્યું છે. હાલોલમાં જ જન્મેલા અને હાલોલ શહેરમાં જ લગ્ન કરી સ્થાયી થયેલ દર્શના પટેલને રાજસ્થાનના જયપુર ખાતે યોજવામાં આવેલ પરણીતી મહિલાઓ માટેની સૌંદર્ય સ્પર્ધામાં મિસિસ ઈન્ડિયા યુનિવર્સનો ખિતાબ મળ્યો છે.

મિસિસ ઈન્ડિયા યુનિવર્સનું ટાઈટલ હાલોલની દર્શના પટેલે જીતી એક ઇતિહાસ સર્જ્યો છે. સમગ્ર ભારતમાંથી પસંદ પામેલી 22 પરિણીત મહિલાઓ માટેની સૌંદર્ય સ્પર્ધા રાજસ્થાનના જયપુર ખાતે યોજવામાં આવી હતી, આ સ્પર્ધાના 22 પરણિત મહિલાઓએ ભાગ લીધો હતો ,જે પૈકી પાંચ મહિલાઓ અંતિમ રાઉન્ડમાં પહોંચી હતી. જેમાંથી દર્શના પટેલની મિસિસ ઈન્ડિયા યુનિવર્સ તરીકે પસંદગી કરવામાં આવી હતી. એક બાળકની માતા અને ગુજરાતના છેવાડાના જિલ્લા તરીકે ઓળખાતા પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે રહેતા દર્શના પટેલને આ ખિતાબ મળતાં પરિવારજનો સહિત સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

પંચમહાલ જિલ્લા માટે આ એવી પ્રથમ ઘટના છે કે જે સૌંદર્ય ક્ષેત્રમાં રાષ્ટ્રીય કક્ષા સુધી જિલ્લાનું નામ પહોંચ્યું હોય અને ખિતાબ મેળવ્યો હોય. મિસિસ યુનિવર્સનો ખિતાબ મેળવનાર દર્શના પટેલ જણાવે છે કે જ્યારથી સ્પર્ધા માટે નોમિનેટ થયા ત્યારથી આ સ્પર્ધા જીતવાનું નક્કી કરી લીધું હતું. અને આ માટે તમામ તૈયારીઓ હાલોલમાં રહીને જ કરી હતી. તેમજ તૈયારીઓ પાછળ કોઈ પણ ખર્ચાળ તાલીમ કે વધુ પડતો ખર્ચો કર્યો નથી. માત્ર મનોબળ મજબૂત અને ભરપૂર આત્મવિશ્વાસ જ મને આ સ્પર્ધામાં જીતવામાં ખાસ મદદરૂપ બન્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી જનતા પરેશાન, ગુજરાત સરકાર માલામાલ, વર્ષ 2021માં પેટ્રોલ-ડીઝલ પરના વેટથી 46% કમાણી વધી

આ પણ વાંચો : Russia ukraine war: યુક્રેનને સશસ્ત્ર વાહનો મોકલશે ઓસ્ટ્રેલિયા, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુદ્ધમાં મદદ માટે કરી અપીલ

g clip-path="url(#clip0_868_265)">