Panchmahal Breaking News : કાલોલના મલાવ નજીક ભેદી વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ, જુઓ Video
કાલોલ પાસે વિસ્ફોટ બાદ મોટા પથ્થરો હવામાં ફંગોળાયા અને આસપાસના 20 કિમીના વિસ્તારમાં કંપનની અસર અનુભવાઈ હતી. ભેદી ધડકા બાદ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિસ્ફોટની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પાણી-પુરવઠા વિભાગની સંપ બનાવવાની કામગીરી દરમિયાન આ વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે.
Panchmahal : પંચમહાલના કાલોલના મલાવ નજીક ભેદી વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાણી પુરવઠા વિભાગની સંપ બનાવવાની કામગીરી સમયે આ ભેદી વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ મોટા પથ્થરો હવામાં ફંગોળાયા અને આસપાસના 20 કિમીના વિસ્તારમાં કંપનની અસર અનુભવાઈ હતી.
ભેદી ધડકા બાદ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિસ્ફોટની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પાણી-પુરવઠા વિભાગની સંપ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આ વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે.