Panchmahal: તંત્રનો દાવો, પણ વાસ્તિવકતા અલગ, TV9ના રિયાલીટી ચેકમાં બહાર આવી વિગતો

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કોરોનાની બીજી લહેરથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધુ ન ફેલાય તે મારું ગામ કોરોના મુક્ત ગામ નામનું અભિયાન તો ચાલુ કર્યું પણ પંચમહાલ (Panchmahal) જીલ્લામાં આ અભિયાનને કોઈ જ પ્રતિસાદ મળતો જોવાતો નથી.

Charmi Katira
| Edited By: | Updated on: May 07, 2021 | 2:11 PM

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કોરોનાની બીજી લહેરથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધુ ન ફેલાય તે મારું ગામ કોરોના મુક્ત ગામ નામનું અભિયાન તો ચાલુ કર્યું પણ પંચમહાલ (Panchmahal) જીલ્લામાં આ અભિયાનને કોઈ જ પ્રતિસાદ મળતો જોવાતો નથી.

ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામુહિક આરોગ્ય કેન્દ્ર , હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હોય કે પ્રાથમિક શાળાઓમાં શરુ કરવામાં આવેલા કોવીડ કેર સેન્ટરો હોય આ તમામ જગ્યાએ કંઈક ને કંઈક અભાવ જોવા મળ્યો હતો. TV9 દ્વારા આ અંગે રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું.

દર્દીઓને કોરોનાનું નિદાન થયા બાદ આઇસોલેશનમાં રાખવા ગામડાઓમાં જેને વ્યવસ્થા ના હોય એવા દર્દીઓ માટે શાળાઓમાં કોવીડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ સરકાર ના આ પ્રયત્ન ને કોઈ પ્રતિસાદ મળી નથી શક્યો અને હાલ ચાલુ કરાયેલ કોવીડ કેર સેન્ટર સૂના સૂના દેખાય છે જે ગામડા માં મોટા પ્રમાણમાં કોરોનાને પોઝિટિવ કેસ હોય છે છતાં કોઈપણ વ્યક્તિ પોતાના જ ગામમાં શાળામાં ઉભા કરાયેલ કોવીડ કેર સેન્ટરમાં રોકાવા તૈયાર નથી.

ટીવી9ની ટીમે જયારે કોવીડ કેર સેન્ટરોની મુલાકાત લીધી ત્યારે માત્ર આશા વર્કર સ્ટાફ સિવાય કોઈ જોવા મળ્યું જ નહીં અને ગોધરા તાલુકાના છારીઆ ગામ અને ઓરવાડા ગામમાં ઉભા કરાયેલ કોવીડ સેન્ટરમાં કોઈ દર્દી આયોસોલેશન થયેલ જોવા મળ્યા નહીં.

સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં આવેલ પીએચસી સેન્ટર અને હેલ્થ અને વેલનેસ સેન્ટર બનાવવા આવેલ છે એની પણ ટીવી9 દ્વારા મુલાકાત લેવા માં આવી ત્યારે પ્રથમ છારીઆ પીએચસી સેન્ટર માં પ્રવેશતા જ કોરોના ટેસ્ટિંગ સેન્ટર બંધ હાલત માં જોવા મળ્યું અને એક બોર્ડ મારેલ પણ જોવા મળ્યું જ્યાં ટેસ્ટ કીટના હોવા થી કોરોનાનો ટેસ્ટ નહિ થઇ શકે જોવા મળ્યું હતું.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">