ગુજરાતના આ મોટા જિલ્લા પર પાકિસ્તાનનો દાવો, UNમાં ફરી આ મુદ્દો ઉઠાવવાની આપી ધમકી!

ગરીબીમાં જીવી રહેલું પાકિસ્તાન પોતાની આદતને કારણે એટલું લાચાર છે કે તેને પોતાના દેશની પરવા નથી, હજી પણ પોતાના દેશના લોકોની સમસ્યાઓ ઓછી દેખાય છે અને ભારત સાથેની દુશ્મની વધુ દેખાય છે. આજે પણ પાકિસ્તાન ભારત વિરૂદ્ધ પોતાનું ઝેર ઓકવામાં જરા પણ પાછી પાની કરતું નથી.

ગુજરાતના આ મોટા જિલ્લા પર પાકિસ્તાનનો દાવો, UNમાં ફરી આ મુદ્દો ઉઠાવવાની આપી ધમકી!
Junagadh
Follow Us:
| Updated on: Sep 11, 2024 | 5:13 PM

પાકિસ્તાન ભારતથી અલગ થયું ત્યારથી લઈને આજ સુધી તેમના દેશમાં લાખો કરોડો પ્રશ્નો છે. ત્યાંની એક પણ સરકાર પ્રજા માટે કામ નથી કરી શકી અને એટલે જ આટલી ઓછી જન સંખ્યા હોવા છતાં દેશમાં ગરીબી, ભૂખમરી, બેરોજગારી ચરમસીમાએ છે. સરકારો બદલાઈ પરંતુ પરિસ્થિતિઓ ક્યારેય બદલાઈ નહી. પાકિસ્તાનની સરકારને હજી પણ પોતાના દેશના લોકોની સમસ્યાઓ ઓછી દેખાય છે અને ભારત સાથેની દુશ્મની વધુ દેખાય છે. આજે પણ પાકિસ્તાન ભારત વિરૂદ્ધ પોતાનું ઝેર ઓકવામાં જરા પણ પાછી પાની કરતું નથી.

ગરીબીમાં જીવી રહેલું પાકિસ્તાન પોતાની આદતને કારણે એટલું લાચાર છે કે તેને પોતાના દેશની પરવા નથી, પરંતુ અન્ય દેશો પર નજર રાખી રહ્યું છે. પાકિસ્તાને હવે તો હદ કરી નાખી છે, અત્યાર સુધી પાકિસ્તાન કાશ્મીર પર ભારતનો ગેરકાયદેસર કબજો હોવાનું કહેતું હતું અને હવે તે ગુજરાતના જૂનાગઢ પર ભારતનો ગેરકાયદેસર કબજો કહેવા લાગ્યું છે. પાકિસ્તાને ભારત પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે જૂનાગઢ પર ભારત દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ગુજરાતના એક શહેર જૂનાગઢને 1948માં ભારતે કબજે કર્યું હતું. આ રજવાડા પર ભારતનો ગેરકાયદેસર કબજો છે અને આ અંગે પાકિસ્તાનની નીતિ શરૂઆતથી જ સ્પષ્ટ રહી છે. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યું. દેશ આ મામલાને ઐતિહાસિક અને કાયદાકીય દ્રષ્ટિકોણથી જુએ છે. જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતો અને તેના પર ભારતનો ગેરકાયદેસર કબજો યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે.

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

જૂનાગઢની કાશ્મીર સાથે સરખામણી

વધુમાં કહ્યું કે પાકિસ્તાન હંમેશા જૂનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું રહ્યું છે. પાકિસ્તાન જૂનાગઢના મુદ્દાને પણ ભારતના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર જેવા અધૂરા એજન્ડા તરીકે માને છે. પાકિસ્તાન આટલે જ અટક્યું નથી. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSCના ઠરાવ દ્વારા કાશ્મીર મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનું કહ્યું. બલોચે કહ્યું કે અમે અનેકવાર કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય UNSCના ઠરાવ અને જમ્મુ-કાશ્મીરના લોકોની ઈચ્છા અનુસાર નક્કી કરવામાં આવશે. 2019માં ભારતે લીધેલા પગલાં UNSCનું ઉલ્લંઘન છે. ભારતે 5 ઓગસ્ટ, 2019ના રોજ લીધેલા નિર્ણયને રદ કરવો જોઈએ.

પાકિસ્તાને જૂનાગઢને પોતાનો ભાગ હોવાનો દાવો કર્યો હોવાનું આ પહેલીવાર નથી. ઓગસ્ટ 2020માં પણ જ્યારે પાકિસ્તાને નવો નકશો બહાર પાડ્યો ત્યારે જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. આ પછી ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાકિસ્તાનનો આ પ્રયાસ નિરર્થક છે. ત્યારે ફરી એકવાર પુાકિસ્તાને આ મુદ્દો ઉઠાવ્યો છે.

શું છે જૂનાગઢનો મામલો ?

જૂનાગઢ રજવાડાનું વિલીનીકરણ એ ભારતની સ્વતંત્રતા અને વિભાજન દરમિયાનની એક મહત્વપૂર્ણ ઘટના હતી. જૂનાગઢ હાલમાં ગુજરાત રાજ્યમાં આવેલું છે. તે મુસ્લિમ શાસકનું રજવાડું હતું પણ ત્યાં બહુમતી હિંદુઓની હતી. 1947માં ભારતના વિભાજન દરમિયાન જૂનાગઢના નવાબ મહાબતખાન III તેમનું રજવાડું ભારતીય ઉપખંડના પશ્ચિમ ભાગમાં આવેલું હોવા છતાં અને ત્યાંની વસ્તી મોટાભાગે હિંદુઓ હોવા છતાં પણ તેઓ આ રજવાડાને પાકિસ્તાન સાથે વિલિનીકરણ કરવાની યોજના બનાવી રહ્યા હતા.

જિન્ના પેપર્સ અનુસાર, જૂનાગઢના દીવાન અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પિતા શાહ નવાઝે 19 ઓગસ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાનને પત્ર લખ્યો હતો, અમે જૂનાગઢના પાકિસ્તાન સાથે વિલીનીકરણ માટે ઔપચારિક મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. જો તમે તેને શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકી શકો તો આનંદ થશે. આ બાબતમાં વિલંબ જોઈને તેમણે 4 સપ્ટેમ્બરે દિલ્હીમાં ઝીણાને ફરી એક પત્ર લખીને તેમનું વચન યાદ અપાવ્યું હતું કે, પાકિસ્તાન જુનાગઢ તેનાથી અલગ થાય તેવું ઈચ્છશે નહીં. એવું માનવામાં આવે છે કે જૂનાગઢના નવાબના વઝીરે તેમને પાકિસ્તાન સાથે ભળી જવા માટે ઉશ્કેર્યા હતા. જિન્ના સાથે તેમના સારા સંબંધો હતા.

જવાહરલાલ નેહરુએ પાકિસ્તાન સાથે વિલીનીકરણનો અસ્વીકાર કર્યો

જિન્નાએ જવાબ આપ્યો, આવતીકાલે કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરીશું. ચોક્કસ નીતિ બનાવશે. પાકિસ્તાને 8 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન-જૂનાગઢ કરારની જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જૂનાગઢના શાસકો પાકિસ્તાન સાથે ભળી જવા માટે તૈયાર છે. જો કે, આ નિર્ણય ભારત સરકાર અને જનતાને માન્ય નહોતો. જેનાથી વિરોધ શરૂ થયો હતો. ત્યારે રજવાડાના લોકોએ ભારત સરકાર પાસે મદદ માંગી અને રજવાડાને ભારતમાં ભેળવી દેવાનું કહ્યું.

નેહરુએ વિરોધમાં 12 સપ્ટેમ્બરે લિયાકત અલી ખાનને પત્ર લખ્યો હતો. જૂનાગઢની 80 ટકા વસ્તી હિંદુ હોવાનુ જણાવ્યું હતું. આ અંગેના ઓપિનિયન પોલમાં પણ તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો ન હતો, તેથી જૂનાગઢની જનતાની સંમતિ વિના આ મુદ્દો ઉઠાવી શકાય નહીં. જૂનાગઢના પાકિસ્તાન સાથે વિલીનીકરણને ભારત સરકાર સંમતિ આપશે નહીં. વિલીનીકરણ માટે કોઈ બંધારણીય આધાર નથી. આ બાબત જૂનાગઢ અને ભારત વચ્ચે બનેલી છે. આ પછી ભારત સરકારે જૂનાગઢને તેના અધિકારક્ષેત્રમાં લાવવા માટે પગલાં લીધા હતા અને આરઝી હકુમતની રચના કરી. બાદમાં 1947માં ભારતીય સેનાએ જૂનાગઢ પર નિયંત્રણ સ્થાપિત કર્યું અને રજવાડાને ભારતીય સંઘમાં ભેળવી દીધું.

જૂનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા

ભારત સરકારે જૂનાગઢમાં જનમતનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં બહુમતીએ ભારતમાં વિલીનીકરણને સમર્થન આપ્યું. આ પછી જૂનાગઢનો ભારતીય સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો અને બાદમાં તે ગુજરાત રાજ્યનો ભાગ બન્યો અને જૂનાગઢના નવાબ મહાબત ખાન પાકિસ્તાન ભાગી ગયા.

પાકિસ્તાન પહોંચ્યા પછી તેને સમજાયું કે તેણે ખોટું કામ કર્યું છે. જૂનાગઢના ભારતમાં વિલીનીકરણ બાદ હવે તે પાકિસ્તાન માટે કોઈ કામના ન હતા. પાકિસ્તાને તેમની સાથે સાવકી મા જેવું વર્તન કર્યું. તેમને આપવામાં આવતું સાલિયાણું પાકિસ્તાનના રજવાડાના ભૂતપૂર્વ રાજાઓ અને નવાબો કરતા ઓછું હતું. તેઓએ પણ મહત્વ આપવાનું બંધ કરી દીધું હતું.

તેમના મૃત્યુને ઘણો સમય વીતી ગયો છે, પરંતુ હવે પાકિસ્તાનમાં તેમના વંશજોની હાલત દયનીય છે. જીવન ખર્ચ તરીકે તેમને દર મહિને જેટલી રકમ મળે છે તે પટાવાળાને ચૂકવવામાં આવતી રકમ કરતા પણ ઓછી છે, તેમને માત્ર 16 હજાર રૂપિયા મળે છે. તેમના વંશજોએ આ મુદ્દે ઘણી વખત પાકિસ્તાની શાસકોનો વિરોધ કર્યો છે.

જૂનાગઢ નવાબના વંશજોની હાલત છે દયનીય

પાકિસ્તાનમાં રહેતા જૂનાગઢ નવાબના વંશજોની હાલત ખરાબ છે. નવાબ અને તેમના પરિવારે પાકિસ્તાન માટે કેટલું બલિદાન આપ્યું અને આ દેશે તેમને સાઈડલાઈન કર્યા છે. પાકિસ્તાનના કરાચી શહેરમાં રહેતા નવાબ મહાબત ખાનના ત્રીજા વંશજનું નામ નવાબ મુહમ્મદ જહાંગીર ખાન છે. થોડા સમય પહેલા તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો તેમને ખબર હોત કે પાકિસ્તાન ગયા પછી તેમની આવી હાલત થવાની હોત તો તેમણે ક્યારેય ભારત છોડ્યું ન હોત.

નવાબ મુહમ્મદ જહાંગીરે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી કે આઝાદી પછી તેમનો પરિવાર ભાગલા સમયે મોહમ્મદ અલી ઝીણા સાથે થયેલા કરાર હેઠળ જ પાકિસ્તાન આવ્યો હતો. જૂનાગઢ એ સમયે હૈદરાબાદ પછીનું બીજું સૌથી ધનિક રાજ્ય હતું. નવાબ જૂનાગઢમાં પોતાની મિલકત છોડીને પાકિસ્તાન આવ્યા હતા. જૂનાગઢની મિલકતના બદલામાં તેમણે પાકિસ્તાનમાં મિલકતની માંગણી કરી ન હતી.

હવે નવાબના પરિવારની હાલત એવી છે કે હાલની પાકિસ્તાન સરકાર તેમને અન્ય શાહી પરિવારોની જેમ ન તો સન્માન આપે છે અને ન તો કોઈ ગણકારે છે. જ્યારે તેઓ જેની વાત માનીને પાકિસ્તાન ગયા હતા એ ભુટ્ટોનો પરિવાર પાકિસ્તાનનો મુખ્ય રાજકીય પરિવાર બની ગયો છે. તો મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાન સાથે વિલીનીકરણ માટે નવાબને મોટા સપના દેખાડ્યા હતા.

ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">