બાળકોનું ઓનલાઈન એજ્યુકેશન v/s મમ્મીઓની સમસ્યા, ઓનલાઈન એજ્યુકેશન યાદ કરાવી રહ્યું છે ફરી શાળાનાં દિવસો?

કોરોનાની સમસ્યા વચ્ચે શાળા કોલેજો હજી ખુલશે કે નહીં તે અંગે ભારે અનિશ્ચિતતા છે. બાળકોનું ભણતર ન બગડે તેથી ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવામાં આવ્યું છે. જોકે મોબાઈલ એપથી જે ભણતર આપવામાં આવી રહ્યું છે તેમાં બાળકો એકાગ્ર રહેતા નથી અને મમ્મીઓનું ટેંશન વધી જાય છે. સ્ત્રીઓ ઘરે બેઠા વોટ્સએપ ફેસબુક વાપરી લે છે પણ તેનો […]

બાળકોનું ઓનલાઈન એજ્યુકેશન v/s મમ્મીઓની સમસ્યા, ઓનલાઈન એજ્યુકેશન યાદ કરાવી રહ્યું છે ફરી શાળાનાં દિવસો?
https://tv9gujarati.in/online-education…shaada-na-divaso/
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:28 PM

કોરોનાની સમસ્યા વચ્ચે શાળા કોલેજો હજી ખુલશે કે નહીં તે અંગે ભારે અનિશ્ચિતતા છે. બાળકોનું ભણતર ન બગડે તેથી ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવામાં આવ્યું છે. જોકે મોબાઈલ એપથી જે ભણતર આપવામાં આવી રહ્યું છે તેમાં બાળકો એકાગ્ર રહેતા નથી અને મમ્મીઓનું ટેંશન વધી જાય છે. સ્ત્રીઓ ઘરે બેઠા વોટ્સએપ ફેસબુક વાપરી લે છે પણ તેનો અર્થ એ નથી કે તેઓ અચાનક ઓનલાઈન એજ્યુકેશન માટે પણ એટલા પાવરધા હોય.

સ્ત્રીઓ હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન દરેકને હાલ બાળકોના ઓનલાઈન શિક્ષણના ભણતરની સમસ્યા સતાવી રહી છે. મોટા બાળકો તો ભણી લે છે પણ નાના બાળકો હોય તો મુશ્કેલી વધી જાય છે અને એમાં પણ જો એકથી વધુ બાળકો હોય તો તેમનું ભણતર મેનેજ કરવુ મુશ્કેલ થઈ જાય છે. વર્કિંગ વુમન હોય તો ઓફિસ ટાઈમ અને ઓનલાઈન એજ્યુકેશનનો ટાઈમ મેનેજ કરવો ખૂબ અઘરો થાય છે એ જ રીતે હાઉસવાઈફ હોય તો રસોઈ અને ઓનલાઈન સ્ટડીનું બેલેન્સ જાળવી શકાતું નથી. બાળકો સાથે આખો દિવસ ભણતરમાં જાય તો બીજા કામમાં ધ્યાન રહેતું નથી. અને આખો દિવસ તણાવમાં જાય છે. મોટી સમસ્યા અંગ્રેજી માધ્યમમાં ન ભણેલી કે ઓછું ભણેલી મમ્મીઓની પણ છે જેઓ બાળકોને ભણાવવા માંગતી હોવા છતાં ધ્યાન આપી શકતી નથી અને લઘુતાગ્રંથિ અનુભવે છે. જ્યારે કેટલીક મમ્મીઓ ટેકનિકલી ખૂબ વીક પડે છે. તકનીકી ખરાબીને તેઓ સમજી શકતી નથી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ઓનલાઈન એજ્યુકેશનમાં બાળકો ચાર પાંચ મહિના ન ભણે તો તેનાથી કોઈ મોટી સમસ્યા આવવાની નથી એ મમ્મીઓને સમજવાની જરૂર છે. બાળકને એના સમય પર ભણવા દેવો જોઈએ કોઈ પણ પ્રકારની બળજબરી નાહક છે. સ્કૂલો પોતાની જવાબદારી નિભાવી રહી છે પણ મમ્મીઓ આ કડાકુટમાં તેમનો પ્રેમાળ સ્વભાવ ન ભૂલે એ પણ જરૂરી છે.

બાળકોને તમે પ્રોજેકટ કે ક્રાફટ વર્ક આપી શકો છો. એના મનગમતા વિષય પર કામ કરવા દો. સ્ટોરી બુક કે ડ્રોઈંગથી એનું મન એકાગ્ર બનશે. જે હોબી એને પસંદ હશે તે બાળક કરશે તો તેની ક્રિએટિવિટી પણ વધશે અને તમને પણ એ પસંદ પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">