Onion Price Hike: પહેલા પેટ્રોલ અને હવે ડુંગળીનાં ભાવો લાવ્યા આંખમાં પાણી, જાણો ક્યારે ઘટશે ભાવ
છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે લોકોના ખિસ્સામાં ભાર પડી રહ્યો છે. તો આ વચ્ચે ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાતી ડુંગળીના (Onion) ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. રિટેલ માર્કેટમાં ડુંગળીનો(Onion) ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે.
Onion Price Hike: છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે લોકોના ખિસ્સામાં ભાર પડી રહ્યો છે. તો આ વચ્ચે ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાતી ડુંગળીના (Onion) ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. રિટેલ માર્કેટમાં ડુંગળીનો(Onion) ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે.
ડુંગળીના વધતા જતા ભાવને લઈને માર્ચમાં બજારમાં નવી ડુંગળીની આવક વધશે જેનાથી ભાવ ઓછો થશે. ડુંગળીના ભાવમાં અચાનક વધારો થવાનું કારણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થયેલો બેમોસમી વરસાદ છે. જેને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. જેને લઈને એશિયાની સૌથી મોટી માર્કેટિંગ યાર્ડ લાસલગામમાં ડુંગળીની કિંમત 4200 રૂપિયા પ્રતિ કવીન્ટલ પહોંચી ગઈ છે. આ પાછળનું કારણ ડુંગળીની ઓછી આવક થઇ છે.
રાજધાની દિલ્લીમાં છેલ્લા વિસ દિવસમાં ડુંગળીનો ભાવ 10થી 15 રૂપિયા વધ્યો છે. આંકડા મુજબ 19 ફેબ્રુઆરીના દિવસે ડુંગળીની કિંમત 50 રૂપિયા કિલો હતી જયારે 30 જાન્યુઆરીના રોજ ડુંગળીનો ભાવ 39 રૂપિયા પ્રતિ કિલો હતો. આ પહેલા બજારમાં ડુંગળીનો ભાવ 20થી 25 રૂપિયા પ્રતિ કિલો હતો.
માર્ચ મહિનામાં ડુંગળીની આવક વધવાને કારણે સરકારે ભાવ ઘટવાની અપેક્ષા કરી હોવા છતાં, ઘણા નિષ્ણાતો માને છે કે રાહતની આશા ઓછી છે. તેઓ માને છે કે ડુંગળીના ભાવમાં વધુ વધારો થશે. ઘણા લોકો તેને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની સુધારણા સાથે જોડીને કિંમતો રજૂ કરી રહ્યા છે. હકીકતમાં સરકારે ગયા વર્ષે બટાટા, ડુંગળી, દાળ, ચોખા અને તેલીબિયાને બાકાત રાખ્યા છે.
સોનિયા ગાંધીએ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું હતું કે દેશમાં ઇંધણની કિંમતો ઐતિહાસિક ઊંચાઈ પર છે. જે સંપૂર્ણ અવ્યવહાર છે. પેટ્રોલના ભાવ ઘણા રાજ્યમાં 100 રૂપિયાને પાર કરી ગયા છે. ડીઝલના ભાવમાં થયેલા વધારાથી કરોડોના ખેડુતોની હાલાકીમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત મધ્યમ સ્તરે છે. આ સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો નફાકારકનું ઉદાહરણ છે.