દિવાળી પર્વે મુખ્યમંત્રીનો રાજ્યના કેદીઓ માટે સ્તુત્ય નિર્ણય, 120 પુરૂષો, 61 મહિલા સહિત 181 કેદીઓને મળશે લાભ

|

Nov 03, 2021 | 3:29 PM

રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓ અને ૬૦ વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને દિવાળીના તહેવારોમાં પંદર દિવસની પેરોલ મુક્તિ મળશે, ગંભીર ગુના સિવાયના કેદીઓ ઘર પરિવાર સાથે દિવાળી તહેવારો ઉજવી શકે તેવો ઉદાત્ત હિત ભાવ દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ૧ર૦ પુરૂષો અને ૬૧ મહિલા સહિત ૧૮૧ કેદીઓને લાભ મળશે.

દિવાળી પર્વે મુખ્યમંત્રીનો રાજ્યના કેદીઓ માટે સ્તુત્ય નિર્ણય, 120 પુરૂષો, 61 મહિલા સહિત 181 કેદીઓને મળશે લાભ
For every Gujarati, Diwali and New Year become a festival of light with Prakash Parva: Chief Minister

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશાલીથી તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓ અને ૬૦ વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને દિવાળીના તહેવારોમાં પંદર દિવસની પેરોલ મુક્તિ મળશે, ગંભીર ગુના સિવાયના કેદીઓ ઘર પરિવાર સાથે દિવાળી તહેવારો ઉજવી શકે તેવો ઉદાત્ત હિત ભાવ દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ૧ર૦ પુરૂષો અને ૬૧ મહિલા સહિત ૧૮૧ કેદીઓને લાભ મળશે.

મુખ્યમંત્રીના આ ઉદાત્ત અભિગમના પરિણામે રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા ૬૧ મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષથી વધુની વયના અંદાજે ૧ર૦ પુરૂષો કેદીઓ સહિત કુલ ૧૮૧ લોકોને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે. આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહિ. આવા ગુનાઓમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, એન.આર.આઇ. કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કેદીઓ, સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

આ પણ વાંચો : VADODARA : લૉકડાઉનમાં કોરોના વૉરિયરના પુત્રને માર મારવાનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો, પોલીસને નોટિસ ફટકારાઇ

આ પણ વાંચો :  બોટાદઃ સાળંગપુરમાં કાળી ચૌદશે કષ્ટભંજન દેવને હીરાજડિત ચાંદીના વાઘા પહેરાવાયા, અન્નકુટના કરો દર્શન

Next Article