VADODARA : લૉકડાઉનમાં કોરોના વૉરિયરના પુત્રને માર મારવાનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો, પોલીસને નોટિસ ફટકારાઇ

9 એપ્રિલ 2020ના રોજ રાધા ગોહિલને હોસ્પિટલમાં મૂકી પુત્ર નેહલ ઘરે પરત ફરી રહ્યો હતો તે વખતે તેને માર મારવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે ભોગ બનનાર નેહલ અને રાધા ગોહિલ વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો હોવાનો રાધા ગોહિલનો આક્ષેપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 2:33 PM

વડોદરામાં લૉકડાઉન દરમિયાન કોરોના વૉરિયરના પુત્રને માર મારવાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.. હાઈકોર્ટે પોલીસને નોટિસ ફટકારી છે..હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં CID ક્રાઈમને તપાસ સોંપવાની માગણી કરાઈ છે..અત્યાર સુધી આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી તેના દસ્તાવેજો સાથે પાણીગેટ પોલીસ સ્ટેશનના અધિકારીને હાઇકોર્ટમાં હાજર રહેવા હુકમ કરાયો છે. સમગ્ર કેસ શું છે તેની વાત કરીએ તો લૉકડાઉન દરમિયાન ખાનગી હોસ્પિટલના એડમીન વિભાગમાં ફરજ બજાવતા રાધા ગોહિલના પુત્ર નેહલને પોલીસ કોન્સ્ટેબલ રાવજીભાઈએ બેરહેમીપૂર્વક માર માર્યાનો આક્ષેપ છે.

લૉકડાઉનમાં કોરોના વૉરિયરના પુત્રને માર મારવાના કેસમાં હાઈકોર્ટે પોલીસને નોટિસ ફટકારી

9 એપ્રિલ 2020ના રોજ રાધા ગોહિલને હોસ્પિટલમાં મૂકી પુત્ર નેહલ ઘરે પરત ફરી રહ્યો હતો તે વખતે તેને માર મારવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે ભોગ બનનાર નેહલ અને રાધા ગોહિલ વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો હોવાનો રાધા ગોહિલનો આક્ષેપ છે. તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઇને પોલીસ કમિશ્નર કચેરીએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. હાઈકોર્ટે આ મુદ્દે પોલીસને નોટિસ ફટકારી છે. ત્યારે હવે આ કેસ પર સૌકોઇની નજર મંડરાયેલી છે.

 

આ પણ વાંચો : બોટાદઃ સાળંગપુરમાં કાળી ચૌદશે કષ્ટભંજન દેવને હીરાજડિત ચાંદીના વાઘા પહેરાવાયા, અન્નકુટના કરો દર્શન

આ પણ વાંચો : દિલ્હીમાં થશે ભાજપની ‘મહાબેઠક’, PM મોદી સહિત અનેક કેબિનેટ મંત્રીઓ સામેલ થશે, 300 નેતાઓ રહેશે હાજર, આ છે બેઠકનો એજન્ડા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">