AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોધરામાં NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડમાં NTAની ભૂમિકા શંકાના ઘેરામાં, ખાનગી શાળાને જાણી-જોઈને કેન્દ્ર ફાળવાતા ઉઠ્યા સવાલ – Video

પંચમહાલના ગોધરામાં NEETની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવતા આ મામલે એક બાદ એક નવા ખૂલાસા થઈ રહ્યા છે. ગોધરામાં ખાનગી શાળાને પરીક્ષાનું કેન્દ્ર ફાળવવા બાબતે પણ NTAની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે.

| Updated on: Jun 21, 2024 | 12:30 PM
Share

પંચમહાલના ગોધરાની ખાનગી શાળાને NEETની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવા બાબતે હવે NTAની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે. તપાસમાં NTAની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. નીટની પરીક્ષા માટે સરકારી પરિસરને બદલે ખાનગી શાળામાં કેન્દ્ર ફાળવાયુ હતુ. સરકારી પરિસરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયુ હોત તો કૌભાંડ઼ ન થાત તેવો દાવો કરાઈ રહ્યો છે અને ખાનગી શાળામાં પરીક્ષા કેન્દ્ર હોવાથી ચોરી કરાવવાનું શક્ય બન્યાનો આરોપ છે. NTA એ ક્યા કારણોસર ખાનગી શાળામાં કેન્દ્ર ફાળવ્યુ તે દિશામાં તપાસની માગ કરવામાં આવી છે.

ગુજરાતમાં આયોજિત નીટની પરીક્ષામાં ચોરી કરાવવા મામલે વધુ એક વિગત સામે આવી છે. જે મુજબ નીટની પરીક્ષા યોજવા માટે ગોધરા શહેરની આસપાસમાં આવેલી 4 જેટલી પ્રીમાઈસીસમાં NTA દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે એ પ્રકારનો કરવામાં આવ્યો હતો કે NEET 2024 ની પરીક્ષા આ પ્રીમાઈસીસમાં યોજી શકાય કે કેમ તે અંગે સર્વે બાદ તમામ પ્રીમાઈસીસના સંચાલકો દ્વારા નીટની પરીક્ષા યોજવા માટેની મંજૂરી આપવામાં આવે. આ મંજૂરી આપ્યા બાદ પણ NTA દ્વારા નીટની પરીક્ષા ખાનગી શાળામાં જ યોજવામાં આવી અને ખાનગી શાળામાં નીટની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યુ.

સરકારીને બદલે ખાનગી શાળાને જ NTA દ્વારા કેમ ફાળવાયુ કેન્દ્ર

ગોધરામાં આવેલા જબનપુરની સરકારી ઈજનેરી કોલેજમાં પણ NTA દ્વારા સર્વે કરાયો હતો, જેના પ્રિમાઈસીસમાં નીટની પરીક્ષા યોજવા માટે પરંતુ જે બાદ સેન્ટર આખરે ખાનગી શાળાને ફાળવી દેવાયુ હતુ.ત્યારબાદ નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.

અહીં સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે સરકારી પ્રિમાઈસીસ ગોધરા શહેરની તદ્દન નજીક હતુ તેમ છતા ખાનગી શાળાને સેન્ટર ફાળવવામાં આવ્યુ. સરકારી ઈજનેરી કોલેજ સાધન સંપન્ન અને તેની અંદર તમામ પ્રકારની સુવિધા હોવા છતા NTA દ્વારા અહીં નીટની પરીક્ષા ન યોજવા પાછળ શું કારણ રહ્યુ તે દિશામાં પણ તપાસ થવી ખૂબજ જરૂરી છે. જો આ દિશામાં તપાસ થાય તો હજુ વધુ ખૂલાસા થઈ શકે તેમ છે.

પોલીસ તપાસમાં ગુજરાતના 10 સહિત 16 વિદ્યાર્થીઓના નામ ખૂલ્યા

ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડમાં દિલ્હી નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી તપાસ ટીમે ગોધરા કેન્દ્રમાં પરીક્ષા આપનારા રાજ્ય બહારના વિદ્યાર્થીઓના નામ સરનામા મેળવ્યા હતા. હવે આગામી દિવસોમાં આ વિદ્યાર્થીઓને સમન્સ મોકલવામાં આવનાર છે. આ કૌભાંડની અત્યાર સુધીની પોલીસ તપાસમાં કૂલ 16 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા હતા. જેમાંથી 10 ગુજરાતના અને 6 અન્ય રાજ્યના વિદ્યાર્થી હતા. હાલ ગુજરાતના વિદ્યાર્થીઓના નિવેદન લેવાઈ ગયા છે અને રાજ્ય બહારના 6 વિદ્યાર્થીઓના નામ સરનામા માટે નીટની પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ઈમેલ દ્વારા માહિતી માગવા છતા કોઈ જવાબ ન મળતા પોલીસની ટીમ તાજેતરમાં દિલ્હી સ્થિત સંસ્થાની હેડ ઓફિસ પહોંચી હતી. જ્યાંથી પોલીસે ગોધરા કેન્દ્રમાં પરીક્ષા આપનારા રાજ્ય બહારના વિદ્યાર્થીઓની યાદી મેળવી પરત ફરી હતી.

Input Credit- Nikunj Patel- Panchmahal

આ પણ વાંચો: સજ્જ થઈ રહ્યુ છે સિંહોનું નવુ ઘર, બરડાના જંગલમાં તૃણાહારીઓનુ થયુ આગમન, જાણો કઈ ટેકનોલોજીથી હરણાઓને જંગલમાં કરાયા શિફ્ટ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
g clip-path="url(#clip0_868_265)">