સુરતમાં NSUI અને ABVP આમને સામને, સાસ્કમા કોલેજમાં વિરોધ
થોડા દિવસ અગાઉ એનએસયુઆઇ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા ડુમ્મસ રોડ સ્થિત ગોવર્ધન હવેલી સામે આવેલી સાસ્કમા કોલેજના અધ્યાપક ચિંતન મોદી દ્વારા (BJP)ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીનો (ABVP) ખેસ ધારણ કરી લેકચર લેતા હોવાનો આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરી આચાર્ય આશિષ દેસાઇને આવેદન પત્ર આપ્યું હતું.
સુરતના (SURAT)ડુમ્મસ રોડ સ્થિત ગોવર્ધન હવેલી સામે સાસ્કમા કોલેજના અધ્યાપક દ્વારા ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીનો (ABVP) ખેસ ધારણ કરી લેકચર લેતા હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇએ (NSUI) સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જોકે અધ્યાપકે ખેસ ધારણ કરવા અંગે લેખિતમાં ખુલાસો કરતા મામલો થાળે પડયો હતો. ફરી આ મામલો ઉગ્ર થઈ રહ્યો છે તે દરમિયાન આજરોજ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર પ્રદર્શન અને પુતળાદહન કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરાઈ હતી. કે NSUI દ્વારા ખોટા વિરોધ કરે છે અને ખોટી અફવા ફેલાવે છે.
થોડા દિવસ અગાઉ એનએસયુઆઇ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા ડુમ્મસ રોડ સ્થિત ગોવર્ધન હવેલી સામે આવેલી સાસ્કમા કોલેજના અધ્યાપક ચિંતન મોદી દ્વારા (BJP)ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીનો (ABVP) ખેસ ધારણ કરી લેકચર લેતા હોવાનો આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરી આચાર્ય આશિષ દેસાઇને આવેદન પત્ર આપ્યું હતું.
એનએસયુઆઇ (NSUI) દ્વારા એવી પણ માંગ કરવામાં આવી હતી કે કલાસમાં રાજકીય પક્ષનો પ્રચાર કરનાર અધ્યાપકને સસ્પેન્ડ કરવા અને ભવિષ્યમાં કોઇ પણ અધ્યાપક રાજકીય પક્ષનો હાથો નહીં બને તેવું ઉદાહરણ પુરૂ પાડવાની માંગણી કરી હતી. જો કે અધ્યાપક ચિંતન મોદીએ ખેસ ધારણ કરવા અંગે લેખિતમાં ખુલાસો કર્યો હતો કે બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે એબીવીપી દ્વારા કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.
જેમાં બાબાસાહેબના જીવન પર એક ભાષણ આપ્યું હતું. ભાષણનો ઉદ્દેશ બાબાસાહેબના જીવન પર પ્રકાશ પાડવાનો હતો, નહીં કે કોઇ પાર્ટીનું પ્રમોશન કરવાનો. ખેસ ધારણ કરવું સંજોગવશાત હતું અને તેનાથી જો વિદ્યાર્થી હિતને ઠેસ પહોંચી હોય તો હું દિલગીર છું અને ભવિષ્યમાં આવું નહીં થાય તેનું ધ્યાન રાખીશ. જેથી મામલો થાળે પડયો હતો.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવતા એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટી ખાતે હોબાળો મચાવ્યો હતો.
એનએસયુઆઇએ કુલપતિ ડો. કે.એન. ચાવડાને આવેદન પત્ર આપી ફી વધારો પરત ખેંચવા તાકીદ કરી હતી. એનએસયુઆઇએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને પગલે વાલીઓ આર્થિક સંક્ડામણ અનુભવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ ભણવાનું છોડી રહ્યા છે. તેવા સંજોગોમાં ફી માં 10 ટકાનો વધારો વિદ્યાર્થીના ભાવિ માટે ઘાતક પુરવાર થશે. જેથી ફી વધારો કરી વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે ચેડા કરવામાં આવ્યા છે તે અયોગ્ય છે. જો ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ડો. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિત્તે આવા કાર્યક્રમો કેમ્પસમાં થવા જ જોઈએ પંરતુ એનએસયુઆઈ દ્વારા આવા કાર્યક્રમો થાય તેનો વિરોધ કરવામાં આવે છે, અને એક જાતીવાદી માહોલ એનએસયુઆઈ દ્વારા કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યો હતો.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સાસ્કમાં કોલેજની બહાર એનએસયુઆઈના પુતળા હદન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે પોલીસ ફરીયાદ કરી અસામાજિક તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવનારા દિવસોમાં સુરત શહેરમાં વિદ્યાર્થી નેતાઓનો અંદરો અંદર ઉગ્ર વિરોધ થાય તો નવાઇ નહિ તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Maharashtra : વિધાનસભાના શિયાળુ સત્ર પર કોરોનાનુ સંક્ટ, કોરોના વોરિયર્સ સહિત 35 લોકો કોરોનાની ઝપેટમાં