Omicron Variant : ઓસ્ટ્રેલિયામાં ઓમિક્રોન મચાવી રહ્યું છે તબાહી, ન્યૂ સાઉથ વેલ્સમાં વેરિઅન્ટથી પ્રથમ મોત થતા નિયમો થયા કડક
Omicron Variant Australia Update: ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ફરી એકવાર સંક્ર્મણના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે નિયમો કડક કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાના (Australia) ન્યુ સાઉથ વેલ્સ શહેરમાં નવા વેરિઅન્ટ ‘ઓમિકોન’ થી (Omicron) પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ છે અને કોરોનાના (Corona) છ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. પશ્ચિમ સિડનીમાં ‘ઓમિક્રોન’થી સંક્રમિત એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જેને ફૂલી વેક્સીનેટેડ હતા. પરંતુ તેને કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. તે જ સમયે, સત્તાવાર આંકડાઓ અનુસાર, સોમવારે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાના 6,324 નવા કેસ નોંધાયા છે.
અહીં 524 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 55 ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સોમવારે ન્યૂ સાઉથ વેલ્સમાં કેટલાક નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. આરોગ્ય પ્રધાન બ્રાડ હેઝાર્ડે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્ટાફની અછતને કારણે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા આરોગ્ય કર્મચારીઓને અલગ રહેવાની જરૂરિયાતને દૂર કરવા વિચારી રહી છે. દરમિયાન વિક્ટોરિયામાં સોમવારે કોરોનાના 1,999 નવા કેસ નોંધાયા છે અને સંક્ર્મણને કારણે વધુ ત્રણ દર્દીઓના મોત થયા છે.
વિક્ટોરિયામાં રેન્ડમ જીનોમ ટેસ્ટીગ શરૂ થાય છે. વિક્ટોરિયા રાજ્યમાં કોવિડ-19 રિસ્પોન્સ કમાન્ડર જેરોન વેઇમરે જણાવ્યું હતું કે વિક્ટોરિયાએ તેના ફેલાવાને રોકવા માટે ઓમિક્રોન વેરિઅન્ટ્સ માટે રેન્ડમ જીનોમ ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ક્વીન્સલેન્ડમાં 784 નવા કેસ નોંધાયા છે. જ્યારે ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીંના પ્રીમિયર અનાસ્તાસિયા પલાસઝુકે કહ્યું, ‘અમે કેસમાં વધારો જોઈ રહ્યા છીએ પરંતુ હોસ્પિટલો પર તેની બહુ અસર થઈ હોય તેવું લાગતું નથી.’
લોકો કલાકો સુધી રિપોર્ટની રાહ જોતા હોય છે દેશમાં રજાઓ ગાળવા જતા લોકોને પણ ક્વીન્સલેન્ડમાં કોરોનાના ટેસ્ટ રિપોર્ટ માટે છ કલાક રાહ જોવી પડી રહી છે. પલાસઝુકે ફરજિયાત ટેસ્ટનો બચાવ કરતા કહ્યું કે, “ટિકિટ બુક કરતી વખતે દરેકને ખબર હતી કે જો તેઓ અહીં આવવા માંગતા હોય તો તેઓએ પીસીઆર ટેસ્ટ કરાવવું પડશે.” આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે ક્વીન્સલેન્ડમાં સુરક્ષિત છીએ.’ ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓએ અત્યાર સુધી વધતા કેસોને કારણે લોકડાઉન લાદવાનો વિરોધ કર્યો છે પરંતુ પહેલાની જેમ કેટલાક નિયંત્રણો ફરીથી લાદવામાં આવ્યા છે.
આ પણ વાંચો : UP Elections 2022: વડાપ્રધાન મોદી કાનપુરને આપશે મેટ્રોની ભેટ , 12600 કરોડની યોજનાનું કરશે ઉદ્ઘાટન