AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat માં એક એપાર્ટમેન્ટમાં કોરોનાના નવ પોઝીટવ કેસ નોંધાયા,કોર્પોરેશન તંત્ર દોડતું થયું

Surat માં એક એપાર્ટમેન્ટમાં કોરોનાના નવ પોઝીટવ કેસ નોંધાયા,કોર્પોરેશન તંત્ર દોડતું થયું

Baldev Suthar
| Edited By: | Updated on: Sep 25, 2021 | 1:26 PM
Share

સુરતમાં અઠવા વિસ્તારમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટમાં એક સાથે એટલે કે બે ચાર દિવસમાં એક નહિ બે નહિ પણ 9 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવતા સુરત આરોગ્ય વિભાગ દોડતું થયું હતું,

ગુજરાતમાં(Gujarat)  સુરતમાં(Surat) પણ કોરોનાના(Corona) કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. જેના લીધે લોકો રાહત અનુભવી રહ્યા છે. તેમજ ત્રીજી લહેરની(Third Wave)  આશંકા વચ્ચે સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાં 9 લોકોને કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. જેના પગલે સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે.

સુરતમાં કોરોના કેસમાં બીજી લહેરમાં સુરત એપી સેન્ટર રહ્યું હતું કારણ કે સુરતમાં સતત કેસો વધી રહ્યા હતા. પરંતુ હાલમાં સુરતમાં અને જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા સતત ઘટાડો થયો છે. પરંતુ શનિવારે સુરતમાં અઠવા વિસ્તારમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટમાં એક સાથે એટલે કે બે ચાર દિવસમાં એક નહિ બે નહિ પણ 9 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવતા સુરત આરોગ્ય વિભાગ દોડતું થયું હતું,

તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બે એપાર્ટમેન્ટ તાત્કાલિક સીલ એટલે કે કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ પહેલા એપાર્ટમેન્ટમાં રહેવાસીઓ તો પાલિકા કર્મચારિઓ સાથે માથાકૂટ પણ કરી હતી પણ મામલો થાળે પાડી બંને એપાર્ટમેન્ટ કોરોનટાઇન કરી પાલિકા દ્વારા બે ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે.

બીજી બાજુ કેસોની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે ત્યાં સરકાર દ્વારા લોકોને છૂટછાટ આપવામાં આવી રહી છે પણ જો કેસોની સંખ્યા વધી રહી છે તો પાલિકા અને સરકાર દ્વારા છૂટછાટ આપવામાં જોખમ ઉભું થાય તો નવાઈ નહિ. હવે સુરતમાં એકી સાથે નવ કેસ આવતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

આ પણ  વાંચો : કચ્છના કંડલા પોર્ટ પરથી એનઆઇએ કન્સાઇનમેન્ટ ઝડપ્યું, મિસાઇલ બનાવવાના 10 કરોડના ઇક્વિપમેન્ટ જપ્ત કર્યા

આ પણ વાંચો : સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અનેક ડેમ ભરાયા, પાણીની કટોકટી ભૂતકાળ બની : વિજય રૂપાણી

Published on: Sep 25, 2021 01:03 PM
g clip-path="url(#clip0_868_265)">