સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અનેક ડેમ ભરાયા, પાણીની કટોકટી ભૂતકાળ બની : વિજય રૂપાણી
રાજકોટમાં ભારે વરસાદ બાદ આજી ડેમમાં નવા નીર આવ્યા છે. તેવા સમયે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમર્થકો સાથે નીરના વધામણા કર્યા હતા.
ગુજરાતમાં(Gujarat) હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર રાજયમાં મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટમાં(Rajkot) ભારે વરસાદ બાદ આજી ડેમમાં(Aji Dam) નવા નીર આવ્યા છે. તેવા સમયે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ(Vijay Rupani) સમર્થકો સાથે નીરના વધામણા કર્યા હતા.
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફૂલ, ચુંદડી અને દૂધથી આજી ડેમના જળ પર અભિષેક કર્યો હતો. તેમજ વિજય રૂપાણીએ કહ્યું કે સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા ડેમ ભરાયા છે. સૌરાષ્ટ્રમાં પાણીની કટોકટી હવે ભૂતકાળ બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં સિઝનનો ખૂબ સારો વરસાદ થતાં આજી ડેમ છલકાઈ ગયો છે. જેને કારણે સમગ્ર રાજકોટમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. હવે રાજકોટમાં જળસંકટની સમસ્યા ટળી જતાં લોકો ખુશ થઈ ગયા છે.. ડેમ છલકાવાના આનંદમાં કોંગ્રેસના નગરસેવકોએ ડેમમાં આવેલા નીરનાં વધામણાં કર્યાં હતાં. તેમણે આજી મૈયાની જય બોલાવીને તેમજ ફૂલહાર અર્પણ કરીને આજીનાં નીરને વધાવ્યાં હતાં…
ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં રાજકોટના આજી-૨ ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ.. અત્યાર સુધીમાં આજી-2 ડેમ 90 ટકા ભરાઈ ગયો છે અને હજુ પણ ડેમમાં પાણીની આવક શરૂ છે.જેથી કોઈ પણ સમયે આજી-૨ ડેમના દરવાજા ખુલી શકે છે.ત્યારે ડેમની નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી સુચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Rajkot નો ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો, પીવાના પાણીની સમસ્યા હળવી બની
આ પણ વાંચો : Vadodara સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને જેલ સત્તાધીશો વચ્ચે સંઘર્ષનો કેસ, બે કેદીઓને હોસ્પિટલમાં લવાયા