ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા ડો. નીમાબેન આચાર્ય

ડો. નીમાબેન આચાર્યએ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું . તેમજ પરંપરા મુજબ વિપક્ષે ફોર્મ ના ભરીને તેમની વરણી નિશ્ચિત કરી દીધી હતી  

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા ડો. નીમાબેન આચાર્ય
Nimaben Acharya Became first woman Speaker of the Gujarat Legislative Assembly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 12:49 PM

ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં ડો. નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. તેમની  સર્વાનુમતે સોમવારે વિધાનસભાના પસંદગી કરવામાં આવી હતી. ડો. નીમાબેન આચાર્યએ વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું . તેમજ પરંપરા મુજબ વિપક્ષે ફોર્મ ના ફરીને તેમની વરણી નિશ્ચિત કરી દીધી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે ડો. નીમાબેન આચાર્યની પસંદગી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 1960 માં વિધાનસભાની સ્થાપના થઇ બાદ પ્રથમ વાર વિધાનસભાના મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની વરણી થઈ છે.

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને વિપક્ષે પણ સમર્થન આપ્યું હતું.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

રાજ્યના નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ એવા ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા નીમાબેન આચાર્યની કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમણે ગત 20 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ જ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા છે.

નીમાબેન આચાર્યની રાજકીય સફર

ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજી વાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

આ પણ  વાંચો : અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

આ પણ વાંચો :  ગુજરાત વિધાનસભામાં બેઠક વ્યવસ્થા બદલાઈ, પૂર્વ સીએમ અને મંત્રીઓને મળશે પ્રથમ હરોળમાં સ્થાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">