મહાનગરોમાં આગામી 15 દિવસ સુધી રાત્રી કર્ફ્યુ યથાવત, સમયમાં કોઈ બદલાવ નહીં

કોરોનાને લઈને ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લગાડવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યુને લઈને જાહેરાત કરી.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 15, 2021 | 1:16 PM

કોરોનાને લઈને ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લગાડવામાં આવ્યું હતું. રાત્રી કર્ફ્યુંને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યુને લઈને જાહેરાત કરી. આગામી પંદર દિવસ સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રાખવાનો નિર્ણય સરકારે કર્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં આગામી પંદર દિવસ સુધી રાત્રી કર્ફ્યુ લંબાવવામાં આવ્યું છે. જાણવી દઈએ કે રાત્રી કર્ફ્યુના સમયમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. સમય રાત્રે 10થી સવાર 6 વાગ્યા સુધીનો જ રહેશે. એક તરફ આંકડાકીય માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રાત્રી કર્ફ્યુના સકારાત્મક પરિણામ જોતા સરકારે આ નિર્ણય લીધો છે. પંદર દિવસ બાદ કોરોનાની સ્થિતિ આધારિત આગામી નિર્ણય લેવામાં આવશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">