રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય વધારાયો, રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી રેહેશે રાત્રિ કરફ્યૂ
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર કરાયો છે.
એક તરફ દેશના ઘણા બધા રાજ્યોમાં કોરોના(Corona)ના નવા વેરિઅન્ટ ઓમિક્રોને (new variant Omicron) પગપેસારો કરી દીધો છે. ધીમી ધીમે હવે તે વધુને વધુ ફેલાઇ રહ્યુ છે. ત્યાં બીજી તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના(Corona)ના કેસમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને રાજ્ય સરકારે 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમયગાળો લંબાવ્યો છે.
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે.
ગૃહવિભાગે આ માટે એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ૮ શહેરોમાં તમામ દુકાનો, રેસ્ટોરેન્ટસ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ,માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી બજારને 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજુરી આપવામાં આવી છે. તેમજ 8 મહાનગરોમાં કરફ્યૂનો સમય વધાર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગર માટે આ સમયગાળો લંબાવવામાં આવ્યો છે.આ જાહેરનામું 31 ડિસેમ્બર 2021 સુધી યથાવત રહેશે.
આ પણ વાંચો –XAT admit card: ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2022 માટે એડમિટ કાર્ડ થયુ જાહેર, ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ