ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, રાજયના 27 શહેરોમાં રાત્રિ કરફ્યુ 

ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, આઠ મહાનગરો ઉપરાંત 17 નગરોમાં પણ રાત્રિ કરફ્યુ 

ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, રાજયના 27 શહેરોમાં  રાત્રિ કરફ્યુ 
Gujarat Night Curfew (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 10:45 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  વધતાં કેસો વચ્ચે રાજય સરકારે નવા નિયંત્રણો લાદયા છે. જેમાં રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો(Night Curfew)  અમલની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ કરફ્યુનો અમલ 22 જાન્યુઆરીથી કરવામાં આવશે. નવી ગાઈડલાઇનમાં હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. આમ ગુજરાતમાં કુલ 27 શહેરોમાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યો છે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયુ વધુ 17 નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છેમુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.22-01-2022 ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.

તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ 22 મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.29 જાન્યુઆરી સુધી કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Rajkot : કોરોનાના કેસ વધતાં અગ્ર સચિવે યોજી સમીક્ષા બેઠક, ટેસ્ટિંગ વધારવા કવાયત

આ પણ વાંચો : સુરત : તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન ઝડપાયું, એક આરોપી સહિત કુલ 14 લાખનો મુદ્દામાલ ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">