Rajkot : કોરોનાના કેસ વધતાં અગ્ર સચિવે યોજી સમીક્ષા બેઠક, ટેસ્ટિંગ વધારવા કવાયત

રાજયના અગ્ર સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં રાજકોટમાં મોરબી , રાજકોટ અને જામનગરના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:05 PM

ગુજરાતમાં કોરોનાના(Corona) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના વધતા કેસના કારણે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. જેના પગલે રાજયના અગ્ર સચિવ પંકજ કુમારની(Pankaj Kumar) અધ્યક્ષતામાં રાજકોટમાં(Rajkot) રાજકોટ, મોરબી અને જામનગરના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મળી હતી. જેમાં અધિકારીઓ જેમાં નવા કેસ તેમજ ટેસ્ટિંગ કામગીરી અંગે સમિક્ષા કરી હતી. કોરોનાનો ફેલાવો રોકવા ગામો અને નાના શહેરોમાં પણ મહાનગરોની વ્યુહ રચના પ્રમાણે કામગીરી કરવા સુચના કર્યા હતા. તેમજ લેબની સંખ્યા વધારવા જણાવ્યું હતું, તેમજ લોકોને કોરોના નિયમોનું પાલન કરાવવા માટે પણ વ્યુહ રચના ઘડવા સૂચન કર્યું  હતું.

પંકજકુમારે આજે કરેલી સમિક્ષા બેઠકમાં સામે આવ્યું હતું કે શહેરમાં કુલ કોરોના કેસમાં પશ્વિન ઝોનમાં સૌથી વધારે કેસ છે.આ અંગે મહાનગરપાલિકા દ્રારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.મનપા દ્રારા પશ્વિમ ઝોનમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે.જેના થકી જે લોકોને લક્ષણો હોય તેના ટેસ્ટીંગ કરવામાં આવશે અને રસીકરણ અભિયાનને પણ વેગ આપવામાં આવશે.

પંકજકુમારે કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વઘી રહ્યું છે.ખાસ કરીને જેતપૂર,ગોંડલ અને ઘોરાજીમાં કેસ વધારે આવી રહ્યા છે.આ અંગે મહાનગરપાલિકાની જેમ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે

આ પણ વાંચો : સુરત : તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન ઝડપાયું, એક આરોપી સહિત કુલ 14 લાખનો મુદ્દામાલ ઝડપાયો

આ પણ વાંચો :  મહેસાણા : સ્વ.આશાબેન પટેલ (પૂર્વ ધારાસભ્ય) બહેનના અધૂરા કામો પૂરા કરશે ભાઈ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">