ગુજરાતમાં ‘નો રિપિટ થિયરી’થી બનાવેલ નવુ પ્રધાનમંડળ, ભારતીય રાજનીતિનો નવો પ્રયોગઃ ભૂપેન્દ્ર યાદવ

મુખ્યપ્રધાન સહીત પ્રધાનમંડળના તમામે તમામ સભ્યોના નવા ચહેરા અંગે ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, નવા નેતૃત્વને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવે છે. નવા નેતૃત્વને આગળ વધારવાનુ આ કાર્ય ભારતની રાજનીતિનો અભિનવ પ્રયોગ છે. આ લોકતાંત્રિક પ્રયોગ છે.

ગુજરાતમાં 'નો રિપિટ થિયરી'થી બનાવેલ નવુ પ્રધાનમંડળ, ભારતીય રાજનીતિનો નવો પ્રયોગઃ ભૂપેન્દ્ર યાદવ
Gujarat BJP in-charge Bhupendra Yadav


સામાન્ય રીતે ભાજપ ગુજરાતને રાજનીતિની પ્રયોગશાળા માને છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં રાજકીયક્ષેત્રે જેટલા પણ પ્રયોગ કરાયા છે તે તમામ પ્રયોગ દેશમાં રાષ્ટ્રીયસ્તરે કરવામાં આવ્યા છે. આવો જ વધુ એક પ્રયોગ, ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે કરાયો છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારના તમામે તમામ પ્રધાનોને પડતા મુકીને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમના સહીતના તમામે તમામ નવા પ્રધાનોને સ્થાન આપીને નવો પ્રયોગ હાથ ધર્યો છે. આ અંગે ગુજરાત ભાજપના પ્રભારી, ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે, ભારતીય રાજનીતિનો નવો પ્રયોગ છે. નવા નેતૃત્વનો ઉદય છે.

પક્ષમાં કોઈ નારાજ નથી
ગુજરાતમાં આજે નવા પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ બાદ પત્રકારો સાથે વાત કરતા, ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પક્ષમાં કોઈ જ પ્રકારની નારાજગી ના હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારના તમામ પ્રધાનો આજની શપથવિધિમાં ઉપસ્થિત રહ્યાં હતા. પક્ષમાં કોઈને કોઈ પણ પ્રકારે નારાજગી નથી. સૌ સાથે છે અને સાથે રહેશે તેવો વિશ્વાસ પણ કર્યો છે.

વિકાસયાત્રા આગળ ધપાવાશે
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સતત સત્તા ઉપર છે. ભાજપે સરકારમાં રહીને ગુજરાતનો વિકાસ કર્યો છે. અને આ વિકાસ યાત્રા, ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હજુ પણ આગળ ધપાવવામાં આવશે. ભાજપના શાસનકાળમાં ગુજરાત આજે દેશમા અવ્વલ નબંરે પહોચ્યુ છે. ભાજપની સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વધુ તીવ્રગતિએ આગળ વધારાશે

ભારતની રાજનીતિનો અભિનવ પ્રયોગ
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તમામે તમામ નવા પ્રધાનો અંગેના પ્રશ્ને ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, પક્ષમાં આ પ્રકારે નવા નેતૃત્વને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવે છે. નવા નેતૃત્વને આગળ વધારવાનુ આ કાર્ય ભારતની રાજનીતિનો અભિનવ પ્રયોગ છે. આ લોકતાંત્રિક પ્રયોગ છે.

સંગઠન અને સરકાર સાથે
ભૂપેન્દ્ર યાદવે એમ પણ કહ્યુ કે, નવુ નેતૃત્વ ધારવતી સરકાર અને સંગઠન સાથે કામ કરશે. અત્યાર સુધીમાં સરકાર અને સંગઠન બન્ને સાથે કામ કરતી આવી છે. જેના ઈચ્છીત ફળ પણ મળે છે. નવા નેતૃત્વ આગળ વધે પક્ષમાં નવુ નેતૃત્વ ઉભરે તે માટે નવા નેતૃત્વના વિકાસ માટે પણ આ જરૂરી હોવાનુ તેમણે કહ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet Formation LIVE: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનુ 25 સભ્યોનું પ્રધાનમંડળ, 10 કેબિનેટ કક્ષા, 14 રાજ્યકક્ષાના પ્રધાનનો સમાવેશ

આ પણ વાંચોઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું- ખેડૂતોને KCC હેઠળ અત્યાર સુધીમાં 14 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati