નવસારી-વિજલપોર નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજયમાં 40મો ક્રમ, પાલિકાની કામગીરી પર ઉઠયા સવાલો

નવસારી નગરપાલિકા જે બે વર્ષ અગાઉ કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણના સર્વેમાં સમગ્ર ગુજરાતમાં અગ્રેસર આવ્યું હતું. જોકે હાલ 2021ના સર્વે દરમિયાન નવસારી જિલ્લો 40 માં ક્રમે કુદી પડતા વહીવટી અધિકારીઓ સામે સવાલો ઉભા થયા છે.

નવસારી-વિજલપોર નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજયમાં 40મો ક્રમ, પાલિકાની કામગીરી પર ઉઠયા સવાલો
નવસારી નગરપાલિકા (ફાઇલ)

ગુજરાતની મોટામાં મોટી નગરપાલિકા તરીકે ઓળખાતી નવસારી વિજલપોર નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત 40મો ક્રમ પ્રાપ્ત કરતા વહીવટકર્તાઓ ઉપર સવાલો ઉભા થયા છે. જેને પગલે શહેરની સ્વચ્છતા સુધારવાની જગ્યાએ બગડી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે.

નવસારી નગરપાલિકા જે બે વર્ષ અગાઉ કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણના સર્વેમાં સમગ્ર ગુજરાતમાં અગ્રેસર આવ્યું હતું. જોકે હાલ 2021ના સર્વે દરમિયાન નવસારી જિલ્લો 40 માં ક્રમે કુદી પડતા વહીવટી અધિકારીઓ સામે સવાલો ઉભા થયા છે. લોકોનું કહેવું છે કે , સ્વચ્છતા અંતર્ગત હાલ નવસારીમાં કોઈપણ જાતનું ધ્યાન રાખવામાં આવતું નથી.

લોક ચાહના મેળવેલા નેતાઓ જ્યારે નવસારી જિલ્લામાં રહેતા હોય ત્યારે ગુજરાતમાં સ્વચ્છતા સર્વેક્ષણમાંઅગ્રેસર નંબરથી ચાલીસમાં નંબર સુધી અને ભારતમાં 600માં ક્રમ ઉપર નવસારી જિલ્લો પહોંચતા લોકોમાં નારાજગી જોવા મળી છે. મહત્વનું છે કે હાલ નવસારીના ખૂણે ખૂણે કચરાનું સામ્રાજ્ય પેદા થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નેતાઓ કામો કરવાની જગ્યાએ ફક્ત વહીવટ કરતા હોય તેવા આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતની મોટી નગરપાલિકા 40 માં નંબર ઉપર આવે જે ખૂબ શરમજનક બાબત કહી શકાય.

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત હાલ નવસારી જિલ્લો પાછળ ધકેલાત પાલિકાએ તાબળ તોડ ટિમો બનાવવાની કામગીરી હાથ ધરી છે. ખાસ કરીને ગુજરાત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પેરામીટર અનુસાર સમગ્ર કામગીરી કરી સાથે સ્વયં સેવી સંસ્થાઓને પણ આ કામ માં જોડી સહયોગી સથવારે જિલ્લો સ્વચ્છ રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે તેવા દવા પાલિકાના ચીફ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.

નવસારી શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી જેટલી પાલિકા તંત્રની છે તેટલીજ પ્રજા જનોની પણ છે. નવસારી જિલ્લામાં કેટલીક સામાજિક સંસ્થાઓ પણ આ સ્વચ્છતા કાર્યક્રમમાં સહભાગી બની નવસારી સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે આ રીતે નાગરિકોએ પણ આગળ આવી પોતાની ફરજ સમજીને “સ્વચ્છ નવસારી, સુંદર નવસારી” ના સ્લોગન સાથે આગળ કાર્ય કરવું જરૂરી બની ગયું છે.

આ પણ વાંચો : અમદાવાદઃ કોરોનામાં મૃતકોના પરિવારને સહાય મેળવવામાં મુશ્કેલી, MCCD સર્ટિફિકેટ મેળવવા લોકો ખાઇ રહ્યાં છે ધક્કા

આ પણ વાંચો : બાંગ્લાદેશી બોલરોની અનોખી ‘હેટ્રિક’ થી ટીમની હાલત ખરાબ, 36 વર્ષ જૂના પરાક્રમનું કર્યું પુનરાવર્તન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati