Navsari : વિજલપોર રેલવે ફાટક આજથી 3 દિવસ બંધ રહેશે, વાહનચાલકો આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે

વાહનચાલકોને હવે ફાટક બંધ રહે છે ત્યાં સુધી લાંબા અંતરનો માર્ગ પસંદ કરવો પડશે. અતિવ્યસ્ત માર્ગ ઉપરનો ફાટક બંધ થવાથી અત વૈકલ્પિક માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ વધશે.

Navsari : વિજલપોર રેલવે ફાટક આજથી 3 દિવસ બંધ રહેશે, વાહનચાલકો આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે
Vijalpore railway Crossing will remain closed for three days
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 9:04 AM

નવસારી(Navsari) વિજલપોરમાં આજે સોમવારથી ત્રણ દિવસ રેલવે ફાટક બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે . ફાટક બંધ રહેવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વિજલપોરમાં આવેલ રેલવે ફાટક ઉપરથી દિવસ દરમિયાન હજારો વાહનચાલકોની અવરજવર થતી હોય  છે.ઉલ્લેખનીય છે કે  અહીં નજીકનું ગરનાળુ તો ઘણા સમયથી બંધ છે. વૈકલ્પિક માર્ગ બંધ થવાના કારણે વાહનચાલકો પાસે  ફાટક ઉપરથી જ અવરજવર કરવાનો મુખ્ય વિકલ્પ રહેતો હોય છે. રેલવે તંત્ર દ્વારા બોર્ડ લગાવી વાહનચાલકોને આ બાબતની સૂચના આપવામાં આવી છે. રેલવે તંત્રએ એક બોર્ડ લટકાવી જાણકારી આપી છે કે  રેલવે ફાટકને તા. 1 ઓગસ્ટને સોમવારે સવારે 7 કલાકથી 3 ઓગસ્ટ સાંજે 7 વાગ્યા સુધી મરામતની  કામગીરી માટે બંધ રાખવામાં આવશે. ફાટક બંધ રહેવાથી વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડશે. સતત  ત્રણ દિવસ ફાટક બંધ રહેવાથી જાહેરાતથી અહીંથી અવરજવર કરતા હજારો લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

વાહનચાલકોને હવે ફાટક બંધ રહે છે ત્યાં સુધી લાંબા અંતરનો માર્ગ પસંદ કરવો પડશે. અતિવ્યસ્ત માર્ગ ઉપરનો ફાટક બંધ થવાથી અત વૈકલ્પિક માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ વધશે.  વાહનચાલકોએ  નવસારી રેલવે ફાટક, નવસારી અંડર બ્રિજ,  ગાંધી સ્મૃતિ ફ્લાય ઓવરના વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડશે જેને લઇ આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધશે. આ વચ્ચે ચિંતાના સમાચાર એ  છે કે વધારે વરસાદ પડે ત્યારે  નવસારી અંડર બ્રિજમાં પાણી ભરાઈ જાય છે. વરસાદ દરમ્યાન આ માર્ગ બંધ થાય તો  સમસ્યા વધવાની પણ શક્યતા નકારી શકાય નહિ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ફાટકરહિત ક્રોસિંગ બનાવવાની સરકારની યોજના છે

ભારત સરકારના માલગાડીઓ માટેના ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર અંતર્ગત પશ્ચિમ રેલ્વેની તમામ રેલ્વે ફાટકોને માનવ રહિત કરવાની યોજના છે. નવસારી જિલ્લામાં પણ મરોલી, સાગરા, નવસારી, વિજલપોર, ગાંધીસ્મૃતિ, અમલસાડ, બીલીમોરા, દેસરા સ્થિત રેલ્વે ફાટકોને બંધ કરી રેલ્વે ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત થઇ છે. વિજલપોર મહત્વનો અને અતિવ્યસ્ત ફાટક છે. ત્રણ દિવસ રેલવે ફાટક બંધ રહેવાથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર પ્રભાવિત થશે. લવે ફાટકને તા. 1 ઓગસ્ટને સોમવારે સવારે 7 કલાકથી 3 ઓગસ્ટ સાંજે 7 વાગ્યા સુધી મરામતની  કામગીરી માટે બંધ રાખવામાં આવશે.પોલીસતંત્ર પણ સંભવિત ટ્રાફિકની સમસ્યા હલ કરવા આગોતરું આયોજન કરી રહ્યું છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">