AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: ગણદેવીના બિલીમોરામાં એમોનિયા ગેસ લીકેજ થતા 40થી વધુને અસર

સરદાર માર્કેટમાં આવેલી હરસિદ્ધિ આઇસ ફેકટરીમાં ગેસ લીકેજ થયો હતો તેના કારણે એક વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને આ વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 9:08 AM
Share

નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા શહેરમાં આવેલી સરદાર માર્કેટમાં આવેલી આઇસ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીકેજ થયો હતો. સરદાર માર્કેટમાં આવેલી હરસિદ્ધિ આઇસ ફેકટરીમાં ગેસ લીકેજ થયો હતો તેના કારણે  40 વ્યક્તિને અસર પહોંચી હતી તેમજ 1  વ્યક્તિને શ્વાસ લેવામાં  વધારે તકલીફ પડી હતી અને આ વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બિલીમોરા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ ગેસ લીકેજની પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

અમદાવાદની સૌથી ઉંચી ઇમારતમાં આગની  ઘટના

તો બીજી તરફ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી  શહેરની સૌથી ઉંચી બિલ્ડિંગ તક્ષશીલા એર બિલ્ડિંગમા 12માં માળ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની  5 ગાડીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે. તેમજ ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડના જવાનોની ટીમની સાથે તેમના અધિકારી પણ દોડી આવ્યાં  છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલા પણ નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની આ દુર્ઘટનામાં પતિ પત્નીના મોત થયા હતા. પતિ પત્નીના મૃતદેહ હોસ્પિટલના પ્રથમ માળેથી મળી આવ્યા હતા.ત્યાં શહેરમાં ફરી આગની ઘટનામાં ત્રણ જીંદગીઓ હોમાઈ હતી.

અમરેલીમાં ભૂંકપનો આંચકો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારની ધરા ધ્રુજી હતી ગત રાત્રે 10.50  વાગ્યે 2.8ના રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. પંથકના મીતીયાળા, સાકરપરા, ધજડી સાથે ખાંભાના ભાડ, વાંકિયામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકો 2.8 રીક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો હોવાની હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">