Surat : ઇચ્છાપોર જીઆઇડીસીની કંપનીમાં ગેસ લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ, બારીના કાચ તૂટ્યા, પાંચ કામદારો દાઝ્યા

ઘટનાની જાણ થતાં જ અડાજણ (Adajan) અને પાલનપુર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે જઈને પરિસ્થિતિને થાળે પાડી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

Surat : ઇચ્છાપોર જીઆઇડીસીની કંપનીમાં ગેસ લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ, બારીના કાચ તૂટ્યા, પાંચ કામદારો દાઝ્યા
Fire in Ichchapore GIDC(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 1:40 PM

શહેરના છેવાડે આવેલા ઈચ્છાપોર જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં આજે મળસ્કે ચાર વાગ્યાની આસપાસ ગેસ લીકેજ બાદ અચાનક જ બ્લાસ્ટ થઇ આગ ફાટી નીકળતાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી. દુર્ઘટનાને પગલે ફેકટરીમાં કામ કરી રહેલા કંપનીના પાંચ કર્મચારીઓ દાઝી જતાં તેઓને શહેરની અલગ – અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવનો કોલ ફાયર વિભાગને મળતા જ અડાજણ અને પાલનપુર ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

જોકે, દુર્ઘટનાને પગલે કંપનીને લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ તો સામે આવ્યું નથી, પણ ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તબક્કે લેબોરેટરીમાં બ્લાસ્ટને આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળ્યું છે.

TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?
પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો
ફાટેલી એડીયો પર લગાવો આ વસ્તુ, મુલાયમ થઈ જશે ત્વચા
ફ્લાઇટની લેન્ડિંગ વખતે વિન્ડો શા માટે બંધ નથી કરવા દેતી ઍર હોસ્ટેસ?
જાણો ફણસી ખાવાથી શું થાય છે ફાયદો ?
Salad : સવારે કે બપોરે? સલાડ ખાવાનો સાચો સમય શું?

આજે વહેલી સવારે હજીરા – મગદલ્લા રોડ પર આવેલ ઈચ્છાપોર જીઆઈડીસીમાં યુરો ઈન્ડિયા ફ્રેશ ફુડ્સ લીમીટેડની લેબોરેટરીમાં અચાનક ગેસ લીકેજને કારણે દુર્ગંધ ફેલાઈ જવા પામી હતી. અસહ્ય દુર્ગંધને પગલે લેબોરેટરીમાં કામ કરી રહેલા કર્મચારી દ્વારા એસી બંધ કરવા જતાં જ અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે લેબોરેટરી સહિત ફેકટરીમાં આવેલ બારીઓના કાંચ પણ તુટી ગયા હતા.

અચાનક પ્રચંડ વિસ્ફોટને પગલે આસપાસની ફેકટરીઓના કારીગરોમાં પણ દોડીને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લેબોરેટરીમાં વિસ્ફોટ બાદ જોત જોતામાં આગ પ્રસરી જતાં કંપનીમાં કામ કરી રહેલા 22 વર્ષીય શિવ પ્રસાદી રામેશ્વર ઠુમર, 22 વર્ષીય અંકિત યશવંત વળવી, 22 વર્ષીય વિપુલ કૃષ્ણ વળવી અને 23 વર્ષીય પાર્થ હસમુખ પટેલ દાઝી જતાં તેઓને પ્રમુખ સ્વામી અને મિશન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ અડાજણ અને પાલનપુર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે જઈને પરિસ્થિતિને થાળે પાડી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

અમ્યુકો.માં હવે ઢોલ પર રાજનીતિ, વિપક્ષે ઢોલ વગાડી સુવિધા આપવા કરી માગ
અમ્યુકો.માં હવે ઢોલ પર રાજનીતિ, વિપક્ષે ઢોલ વગાડી સુવિધા આપવા કરી માગ
કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા
કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">