નવસારીમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ, દરિયા કિનારે NDRFના 21 જવાનની ટીમ ખડેપગે

|

Jun 23, 2022 | 9:21 AM

નવસારી(navsari) જિલ્લાના 7 જેટલા ગામ દરિયા કિનારે વસેલા હોવાથી તંત્રએ NDRFના 21 જવાનોની ટીમ તૈનાત કરી છે. ભારે વરસાદના(Heavy Rains)  પગલે કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે તંત્રએ તૈયારી આટોપી છે.

નવસારીમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ, દરિયા કિનારે NDRFના 21 જવાનની ટીમ ખડેપગે
Heavy rainfall predicted in Navsari

Follow us on

નવસારી જિલ્લામાં(Navsari) વરસાદની આગાહીના પગલે NDRF ની ટીમ તૈનાત કરી દેવાઈ છે. હવામાન વિભાગની(IMD)  આગાહીના પગલે તંત્ર સતર્ક બન્યું છે. નવસારી જિલ્લાના 7 જેટલા ગામ દરિયા કિનારે વસેલા હોવાથી તંત્રએ NDRFના 21 જવાનોની ટીમ તૈનાત કરી છે. ભારે વરસાદના(Heavy Rains)  પગલે કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે NDRFની ટીમ ખડેપગે છે. મહત્વનું છે કે, 24 અને 25 જૂને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં(Saurashtra)  વરસાદી માહોલ જામ્યો છે.ગઈકાલે રાજ્યના કુલ 56 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ સુરતના કામરેજમાં 3.5 ઈંચ વરસાદ,વલસાડના કપરાડામાં 2 ઈંચ વરસાદ અને રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં વરસાદની વાટે બેઠેલા ખેડૂતોને રાહત આપતા સમાચાર મળી રહ્યાં છે.આગામી ત્રણ દિવસ ગુજરાતમાં(Gujarat)  વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગનું માનીયે તો આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.જો કે 1 દિવસ સામાન્ય વરસાદ રહેશે.જ્યારે 24 અને 25 જૂને ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું માનીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

Next Article