6 ઓક્ટોબર 1856માં શરૂ થયેલી નવસારીના પારસીઓ સંચાલિત મદ્રેસા શાળા પોતાના 167 વર્ષ પૂર્ણ કરી 168 માં વર્ષમાં પ્રવેશ કરવી ચૂકી છે ત્યારે શાળાની સિદ્ધિઓ લેટરપેડ લઈને લખવા બેસીએ તો અઠવાડિયું લાગે તેટલી લાંબી સફળતાઓની હારમાળા છે. હાલમાં શિક્ષણની તાકાત ચંદ્રયાન 3 અને દેશની આધુનિક ટેકનોલોજી ની સફળતા એજ્યુકેશનના વ્યાપને આભારી છે તેવા સમયે શિક્ષણનું યોગદાન દક્ષિણ ગુજરાતમાં મદ્રેસા શાળાએ આપ્યું છે.
1856 માં પારસી ધાર્મિક વડા ગણાતા દસ્તુરજીઓ તૈયાર કરવા માટે ધર્મનું જ્ઞાન આપવા માટે પારસી સમાજના યોગદાન થી શરૂ કરવામાં આવ્યું હતું. દસ્તુરજીઓ તૈયાર કરીને પારસી સમાજની ધાર્મિક પરંપરાઓ અને રૂઢિઓને ટકાવી રાખવા માટેના પ્રયાસના ભાગરૂપે મદ્રેસા હાઈસ્કૂલ ઉભી કરવામાં આવી હતી. માત્ર પારસીઓના શિક્ષણ માટે ઊભી થયેલી શાળા સમયાંતરે પરિવર્તિત થઈ અને સમયના સાથે બદલાવ પામીને સામાન્ય શિક્ષણ માટે પણ દરવાજા ખોલવામાં આવ્યા હતા ગુજરાત મહારાષ્ટ્રના સમગ્ર તહ રાજ્ય હતું તેવા સમયે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક માત્ર મેટ્રિકનું બોર્ડ ધરાવતી શાળા તરીકે અસ્તિત્વમાં આવી હતી અને ધીમે ધીમે ઉચ્ચતર માધ્યમિક સુધીના વર્ગો શરૂ કરીને આજે દેશ અને દુનિયાને 1 લાખથી વધુ શિક્ષિત લોકોની ભેટ માં ભોમના ચરણે ધરી છે.
હાલ મદ્રેસા શાળાનું સંચાલન આ જ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ હવે આચાર્ય બનીને શાળાનું સંચાલન કરી રહ્યા છે મદ્રેસા શાળાએ પોતાની શાળામાંથી હજારોની સંખ્યામાં શિક્ષકો પ્રોફેસરો તૈયાર કર્યા છે. જે પોતાના જેવી નવી પેઢી તૈયાર કરવા માટે મથામણ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં તેમના હજારો શિક્ષકો શિક્ષણ કાર્ય સાથે પણ જોડાયેલા છે.
મદ્રેસા શાળામાં ભણેલા યુવાનો સેનાની સાથે રમતગમતમાં પણ એટલા જ આગળ છે. સેનામાં 400 જેટલા યુવાનો જોડાયેલા છે સાથે રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કુસ્તી ,જુડો, બરછીફેક,ગોળાફેક, દોડ વોલીબોલ જેવી સ્પર્ધાઓમાં શાળાના સમયે અવ્વલ નંબરે આવતા હતા અને મદ્રેસા શાળાના રમતવીરોએ શાળાનું નામ પણ રોશન કર્યું હતું.
આ પણ વાંચો : Navsari News: પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ, પ્રદેશ મંત્રી શીતલ સોનીને આવ્યું પાર્સલ, જુઓ Video
મદ્રેસા હાઈસ્કૂલ માઈનોરીટી સમાજ દ્વારા સંચાલિત હોવાના કારણે માઈનોરીટી હાઈસ્કૂલનો દરજ્જો પણ મળ્યો છે. પારસી સમાજના શ્રેષ્ઠિઓ દ્વારા મોટાપાયે દાન આપીને સમાજના અનુદાનથી શાળાઓનું સંચાલન કરવામાં આવે છે જેમાં હવે તમામ ધર્મ જાતિ અને જ્ઞાતિના બાધ વગર તમામ લોકોને આજે પણ સસ્તા ભાવી શિક્ષણ મળી રહ્યું છે.
મદ્રેસા શાળામાં ભણેલા અને હાલ માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ મર્ઝબાંન પાત્રાવાલા તથા પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ ડાલી ફિરોઝ બારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે માઈનોરોટી સમાજ માંથી આવીએ છીએ અને જે શાળામાં શિક્ષણ લીધું હતું એજ શાળામાં શિક્ષણ આપવાનો મોકો મળ્યો છે એનો ગર્વ અનુભવી રહ્યા છીએ.
(ઇનપુટ ક્રેડિટ – નિલેશ ગામિત)