નવસારીના પારસી સોસાયટીમાં પકડાયું ગેરકાયદે ચંદન, આરોપીઓને જામીન પર કરાયા મુક્ત, જુઓ Video
નવસારીના પારસી સોસાયટીમાં ચંદન પકડાયું હોવાની ઘટનામા વનવિભાગે કાર્યવાહી કરી છે. ધાર્મિક વિધિ માટે સુખડ લવાયું હતું. મહત્વનુ છે કે આરોપીઓને જામીન પર મુક્ત કરાયા છે.
નવસારીમાં પારસી ટ્રસ્ટની ઓફિસમાંથી ચંદનનું લાકડું ઝડપાતા ચકચાર મચી છે. વન વિભાગે દરોડા પાડી મોટા પ્રમાણમાં ગેરકાયદે ચંદન ઝડપી પાડયું હતું. પારસી ટ્રસ્ટની ઓફિસમાં ગેરકાયદે રીતે ચંદનનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. વન વિભાગે ગુનો નોંધીને આરોપીઓને જામીન પર છોડી મુકયા હતા. જો કે ઘટનાને પગલે પારસી સમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો : Navsari Police: જુગાર કેસમાં PIની ગેરવર્તણૂક બહાર આવતા કાર્યવાહી, PI સહિત 4 પોલીસ કર્મી સસ્પેન્ડ, જુઓ Video
પારસી સમાજમાં અગ્નિ દેવતાને અર્પણ કરવાની ધાર્મિક વિધિ માટે લવાયેલું સુખડ વન વિભાગે જપ્ત કરી ગુનો નોંધ્યા બાદ આરોપીઓને જામીન પર મુક્ત કરાયા છે. વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ મળી આવેલા ચંદનને લઈ જરુરી દસ્તાવેજો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો