AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: દરિયાકાંઠા વિસ્તારોમાં દરિયાઈ પાણીનું સ્તર વધતા રહીશો ચિંતામાં, સરકાર તેમના રહેઠાણો, ખેતરોને બચાવવા યોગ્ય પગલા લે તેવી માગ

દેશના 6,907 કિમી દરિયાકાંઠા વિસ્તારનું વિશ્લેષણ કરતા ગુજરાતમાં 27 ટકા દરિયાકાંઠાના વિસ્તારોમાં જળ સ્તરોમાં વધારો થતો હોવાનું નોંધાયુ છે. આગામી સમયમાં આ બાબત ચિંતાનો વિષય થશે તેવુ માનવામાં આવી રહ્યુ છે.

Navsari: દરિયાકાંઠા વિસ્તારોમાં દરિયાઈ પાણીનું સ્તર વધતા રહીશો ચિંતામાં, સરકાર તેમના રહેઠાણો, ખેતરોને બચાવવા યોગ્ય પગલા લે તેવી માગ
Navsari Sea Coast (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 11:56 AM
Share

દેશ અને દુનિયા માટે ગ્લોબલ વોર્મિંગ (Global warming) એ મોટો પ્રશ્ન બની ગયો છે. જેમાં દરિયામાં (Sea) આવતી ભરતીના કારણે કિનારો ધોવાઈ રહ્યો છે. ગામોનું ધોવાણ અટકાવવા માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ અજમાવી રહી છે, પરંતુ આ યોજનાઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. નવસારી (Navsari) જિલ્લાનો દરિયાકિનારો લાખો લોકોને રોજગારી પૂરી પડે છે. પરંતુ દરિયાઈ ધોવાણને કારણે આ તમામ લોકોનું જીવન જોખમમાં મુકાયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે હવે આગામી સમયમાં દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને દરિયાઈ ધોવાણને કારણે મુશ્કેલી ન પડે તે માટે સરકાર પગલા લે તેવી માગ ઉઠી છે.

સમગ્ર ગુજરાતના 1,600 કિલોમીટરના દરિયાકિનારાને ગ્લોબલ વોર્મિંગનો માર પડતા પાણીના સ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લગભગ 539 કિલોમીટરના વિસ્તારમાં દરિયાઈ પાણી ઘુસી આવતા દરિયાની આસપાસની ખેતી લાયક જમીનો પણ ખારી બનતા બીન ઉપજાઉ બને છે. દિવસેને દિવસે દરિયાનું જળ સ્તર આગળ વધતા કિનારાની આસપાસ વસવાટ કરતી પ્રજા મુશ્કેલીમાં મુકાઈ રહી છે . મહત્વનું છે કે સમગ્ર ભારતમાં ગુજરાતમાં આ ધોવાણની સૌથી વધુ અસર જોવા મળતા આગામી સમયમાં સ્થાનિકોએ બેઘર થવાનો પણ વારો આવી શકે છે.

દેશના 6,907 કિમી દરિયાકાંઠા વિસ્તારનું વિશ્લેષણ કરતા ગુજરાતમાં 27 ટકા દરિયાકાંઠાના વિસ્તારોમાં જળ સ્તરોમાં વધારો થતો હોવાનું નોંધાયુ છે. આગામી સમયમાં આ બાબત ચિંતાનો વિષય થશે તેવુ માનવામાં આવી રહ્યુ છે. બીજી તરફ દરિયાકિનારે વસતા લોકો બેઘર નહીં થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અલાયદી નીતિ બનાવવા નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. જોકે હવે આ દરિયાકિનારાના રહેઠાણોને બચાવવા અને દરિયાને આગળ વધતો અટકાવવા પ્રોટેક્શન વોલ અંગે સરકાર ધ્યાન આપે તેવી લોક માગ ઉઠી છે.

નવસારી જીલ્લાનો મોટાભાગનો વિસ્તાર દરિયાથી ઘેરાયેલો છે. આગામી સમયમાં દરિયાઈ ધોવાણથી ખેડૂતો કે રહેવાસીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે અત્યારથી સરકાર જરૂરી પગલા લે તેવી લોકો માગ કરી રહ્યા છે. હાલ તો જીલ્લાનો 52 કિલોમીટરનો દરિયાકિનારો સુરક્ષિત કરવા માટે તંત્ર જાગે તેવો રાગ લોકો આલાપી રહ્યા છે.

આ પણ વાંચો-શિક્ષણ મુદ્દે રાજકારણ ગરમાયું, આમ આદમી પાર્ટીએ ગુજરાતની સરકારી સ્કૂલોની પોલ ખોલી તો ભાજપે દિલ્હીની સ્થિતિ બતાવી

આ પણ વાંચો-આદિવાસી સમુહના ‘રોબીન હુડ’ છોટુ વસાવાની રાજનીતિ હવે ‘આપ’ શરણે, ભાજપ-કોંગ્રેસ સામે ટકી રહેવા ‘આપ’ જ હવે બાપ !

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">