આદિવાસી સમુહના ‘રોબીન હુડ’ છોટુ વસાવાની રાજનીતિ હવે ‘આપ’ શરણે, ભાજપ-કોંગ્રેસ સામે ટકી રહેવા ‘આપ’ જ હવે બાપ !
છોટુ વસાવા ઘણા સમયથી એક સારા , મજબૂત અને પરિણામલક્ષી ગઠબંધન શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIM સાથેની મિત્રતા ખાસ લાભ અપાવી શકી નહિ અને ચૂંટણીના પરિણામ બાદ બંને પાર્ટીના નેતાઓ એકમંચ પર દેખાયા નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Elections) પૂર્વે રાજ્યમાં જોડ-તોડની રાજનીતિ તેજ બની છે. પંજાબમાં સત્તા સર કર્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)નો આત્મવિશ્વાસ બેવડાયો છે અને હવે આપ ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejrival) સહિતના નેતાઓ સાથે ભારતીય ટ્રાઇબલ પાર્ટી(BTP)ના નેતાઓના બેઠકના દોર બાદ અચાનક બીટીપી ધારાસભ્ય અને આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવા(Chhotu Vasava)ના સુર બદલાયા છે. સામાન્યરીતે સ્પષ્ટ વક્તા અને તીખા શબ્દો માટે જાણીતા છોટુ વસાવાએ ભરૂચમાં એક કાર્યક્રમ દરમ્યાન આપ માટે વખાણનો રાગ આલાપ્યો હતો.
છોટુ વસાવા ઘણા સમયથી એક સારા , મજબૂત અને પરિણામલક્ષી ગઠબંધન શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIM સાથેની મિત્રતા ખાસ લાભ અપાવી શકી નહિ અને ચૂંટણીના પરિણામ બાદ બંને પાર્ટીના નેતાઓ એકમંચ પર દેખાયા નથી. હવે BTP એ AAP તરફ મિત્રતાનો હાથ લંબાવયો છે. તાજેતરમાં ગુજરાત આપણા નેતાઓએ છોટુ વસાવા સાથે મુલાકાત બાદ કેજરીવાલ સાથે બેઠકનું આમંત્રણ આપ્યું હતું જે સ્વીકારી ધારાસભ્ય અને બીટીપી પ્રમુખ મહેશ વસાવા અને છોટુ વસાવા દિલ્લી પહોંચ્યા હતા. મુલાકાત બાદ સોમવારે એક કાર્યક્રમમાં TV 9 સાથેની વાતચીતમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે “કોંગ્રેસ અને ભાજપનો બાપ બનીને આપ આવશે” આપ પ્રત્યેનો વસવાનો પ્રેમ ઘણાં સંકેત આપી રહ્યો છે અને ટૂંક સમયમાં બંને પાર્ટીઓ ગઠબંધનની જાહેરાત કરે તો નવાઈ નહિ…