નવસારી : બીલીમોરા પાલિકામાં રાજકારણ ગરમાયું, કોન્ટ્રાક્ટર અને અધિકારી વચ્ચે રૂપિયાની લેતીદેતીનો ઓડિયો વાયરલ

બીલીમોરા પાલિકાની આ વિવાદાસ્પદ પોણા બે મિનિટની ઓડિયો કલીપને લઈ નવસારી ભાજપ દોડતું થયું હતું. પૈસાની લેતી દેતીનો ઓડિયો કલીપ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.

નવસારી : બીલીમોરા પાલિકામાં રાજકારણ ગરમાયું, કોન્ટ્રાક્ટર અને અધિકારી વચ્ચે રૂપિયાની લેતીદેતીનો ઓડિયો વાયરલ
બીલીમોરા પાલિકા (ફાઇલ)

નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયુ છે. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા પાલિકા વિસ્તારના ડ્રેનેજનું કામ કરતા કોન્ટ્રાક્ટર સાથે વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં કોન્ટ્રાક્ટર પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોને કેટલા ટકા રૂપિયા ચૂકવે છે એ બાબતે વાતચીત ચાલી રહી છે.

નવસારી બીલીમોરા પાલિકા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ફરી ભ્રષ્ટાચારના વિવાદમાં આવ્યા છે. વોટર વર્ક્સના ચેરમેન રમીલા ભાદરકાના પતિ અને પાલિકાના ઇજારદાર વચ્ચેની વાતચીતનો ઓડિયો કલીપ વાયરલ થયો હતો. પાલિકા વિસ્તારમાં કામ કરતા એક કોન્ટ્રાકટરએ 10% માંથી અલગ અલગ ટકાવારી પ્રમાણે પાલિકા પ્રમુખ , ચીફ ઓફિસર, તેમજ કર્મચારીઓને પૈસા આપ્યાનો ઓડિયોમાં ઉલ્લેખ થયો છે. બીલીમોરા પાલિકા પ્રમુખ વિપુલ મિસ્ત્રીને 4 ટકા, ચીફ ઓફિસર વિનય ડામોરેને 3 ટકા, 1 ટકો પ્રમેશભાઈ એકાઉન્ટન્ટ, સહિત 2 ટકા સીટી એન્જીનીયર પર ટકાવારી પ્રમાણે પૈસા લેવામાં ગંભીર આરોપ લગાવતો ઓડિયો વાયરલ થયો છે. જોકે નવસારી જિલ્લા કોંગ્રેસે આવી લેતીદેતી અને ભ્રષ્ટાચાર ભાજપ માટે સામાન્ય હોવાના આક્ષેપો લગાવ્યા.

બીલીમોરા પાલિકાની આ વિવાદાસ્પદ પોણા બે મિનિટની ઓડિયો કલીપને લઈ નવસારી ભાજપ દોડતું થયું હતું. પૈસાની લેતી દેતીનો ઓડિયો કલીપ વાયરલ થતા. ઓડિયો વાયરલ કરનાર મહિલા ચેરમેનને બીલીમોરા ભાજપ દ્વારા પક્ષની છબી બગાડવા બદલ કારણદર્શક નોટિસ આપવામાં આવી. મહત્વનું છે કે આ ઓડિયો કલીપ શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલને મહિલા ચેરમેનના પતિ હરીશ ભાદરકાએ મોકલાવી હતી. અને કાર્યવાહી કરવા માંગ કરી હતી. પરંતુ જિલ્લા ભાજપનું કહેવું છે કે અવાર નવાર ભાજપ પક્ષની છબી બગાડવાના પ્રયાસો મહિલા ચેરમેન અને તેના પતિ દ્વારા કરવામાં આવે છે. જેને લઈ તેમને હાલ કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે.

વાયરલ થયેલ ઓડિયો કલીપમાં થયેલી ટકાવારીની વાત સાચી છે કે ભાજપ પક્ષની છબી ખરાબ કરવા માટે આ ષડયંત્ર છે તે હવે તપાસ બાદ જ બહાર આવી શકે. પરંતુ હાલના સમયમાં વારમ વાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વિવાદ આગામી ચૂંટણીને અસર કરી શકશે કે પછી ભારતીય જનતા પાર્ટી પોતાની મજબૂત છબી બનાવવા સક્ષમ બને તે હવે પ્રજાએ નક્કી કરવાનું રહ્યું.

આ પણ વાંચો : SURAT : 3 વર્ષના માસૂમનું ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ આત્મહત્યા કરી, જાણો શું લખ્યું છે સુસાઇડ નોટમાં ?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati