SURAT : 3 વર્ષના માસૂમનું ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ આત્મહત્યા કરી, જાણો શું લખ્યું છે સુસાઇડ નોટમાં ?

એક માતા પોતાના વ્હાલસોયા માત્ર ત્રણ વર્ષના દિકરાને મારવા મજબુર બની હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પતિ- પત્ની ઔર વૌ વચ્ચેના આડા સંબંધોમાં એક માસુમ ત્રણ વર્ષનો દિકરાનો ભોગ લેવાઈ ગયો હોવાની ઘટના બની છે.

SURAT : 3 વર્ષના માસૂમનું ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ આત્મહત્યા કરી, જાણો શું લખ્યું છે સુસાઇડ નોટમાં ?
સુરત-ક્રાઇમ સ્ટોરી

સુરત શહેરના રાંદેર ઉગત વિસ્તારમાં રહેતી એક માતાએ પોતાના વ્હાલસોયા માત્ર ત્રણ વર્ષના બાળકની હત્યા કર્યા બાદ સ્યુસાઈડ લખી માતાએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.પતિથી અલગ રહેતી મહિલાએ સ્યુસાઈડ નોટમાં પતિના અફેર અંગે અને માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં હત્યા બાદ આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના શહેરના રાંદેરમાં પ્રકાશમાં આવ્યો છે. રાંદેર ઉગત રોડ વિસ્તારમાં એક માતા પોતાના વ્હાલસોયા માત્ર ત્રણ વર્ષના દિકરાને મારવા મજબુર બની હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પતિ- પત્ની ઔર વૌ વચ્ચેના આડા સંબંધોમાં એક માસુમ ત્રણ વર્ષનો દિકરાનો ભોગ લેવાઈ ગયો હોવાની ઘટના બની છે. સમગ્ર બનાવની વાત કરીએ કરીએ તો શહેરના રાંદેર વિસ્તારમાં એક માતાએ પોતાના ત્રણ વર્ષના પુત્રનું ગળુ દબાવી હાથની નસ કાપ્યા બાદ એક સ્યુસાઈડ નોટ લખી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.

જાણો મૃત મહિલાએ જીવનના અંતિમ પળો પહેલા સ્યુસાઈડ નોટમાં પોતાની વ્યથા વ્યકત કરી છે. જે પ્રમાણે કાશ! સતીશ, તું સમજતે, તારી મા પણ સમજતે. મને અને રિશુને તારી બહુ જરૂર હતી. તું અને ભાવના પણ ક્યારે નહીં સુધરો અને તમને સપોર્ટ કરવાવાળી તારી મા, મારું ઘર તોડવાવાળી તારી મા. જો ઘર કરાવવાનું જ નહીં હોય તો તારી માએ 3 લગ્ન શું કામ કરાવ્યાં. શું કામ મારી જિંદગી બરબાદ કરી. ભાવના સાથે તારું અફેર હતું, મને ખબર પડી એ જ દિવસે હું આત્માહત્યા કરવાની હતી, પણ મા-બાપના વિચારે હું અટકી જતી. હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું તારે માએ.

મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું I LOVE You So Much Rishu. તે જીવતે તો તેની જિંદગી બરબાદ થઈ જતે. મારા હાથ ખૂબ જ ધ્રૂજતા હતા. મારા ઢીંગલાને મારી નાખતા વખતે હું બહુ રડતી હતી. મારો દિલનો ટુકડો, મારી જાન મારો રિશુ, સોરી દીકરા, આવી રીતે તને મારવા માટે.

જયારે મૃતક મહિલાના પિતા અરવિંદભાઈએ જણાવ્યું હતુ. પરમારે જણાવ્યું હતું કે મારી 31 વર્ષીય દીકરી પ્રિય વંદના ઉર્ફે પિંકી અને 3 વર્ષીય રિશુ સવારે ઊઠ્યા નહોતા, જેથી માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતાં જ બંનેને મૃત જોયાં હતાં. હું બાજુમાં હતો ત્યાંથી દોડી આવ્યો હતો. ત્યાર બાદ 108ને જાણ કરી હતી. તેમણે બંનેને મૃત જાહેર કર્યા હતા.વધુમાં તેમણે જણાવ્યું હતુ તેમની દિકરી છેલ્લા ત્રણ વર્ષથી અહીં પિયરમાં રહે છે. અને સાસરીયા તરફથી તેમની દિકરીને સતત માનસિક અને શારિરીક ત્રાસ આપનવામાં આવી રહ્યો હતો. લગ્ન બાદ સીમંત પણ ન કરી સાતમા મહિને સીમંત વગર જ પિંકી માતા- પિતાના ઘરે જ આવી ગઈ હતી, અને બાળકને જન્મ આપ્યો હતો,

પિંકીના પતિ સતિષનું તેના ભાભી સાથે આડા સંબંધ હોય જેથી પિંકીને હેરાન કરતો હોવાનું જાણવા મળ્યું છે.જેમાં પિંકીના સાસું પણ તેમનો સાથ આપતા હતા.સતિષ પિંકીને ફોનમાં ફોટો પણ બતાવવા ન હતો અને પિંકીને સતત હેરાન કરતો હતો. L&Tમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા જમાઈ પાસે પોતાના જ બાળકને પ્લે ગ્રુપમાં મૂકવા માટે પૈસા ન હોવાનું કહેતા દીકરી પિંકી માનસિક તણાવમાં આવી ગઈ હતી.સતિષ એક પિતાની જબાવદારીથી પણ ભાગતો હતો.જેથી આખરે પિંકીના પિતા દીકરીને આર્થિક મદદ કરતાં હતા.સાથે પિંકી સતિષને આંધળો પ્રેમ કરતી હતી. અને કહેતી હતી કે મારે બસ સતીષ સાથે જ રહેવું છે. એ નહીં તો કોઈ નહીં, મારા દિકરાનો બાપ પણ એક જ રહેશે.છતાં પણ સહેજે પણ સતિષને પિંકીના પ્રેમની કોઈ જ કદર ન હતી.હાલ તો બનાવ સંદર્ભે પોલીસ વધુ તપાસ કરી રહી છે

આવી હિચકારી ઘટના પરથી લાગી રહયું આજના સમયમાં લગ્ન પછીના અનૈતક સંબંઘો એક પરીવારનો માળો વિખેરી નાંખે છે. જેથી આવા ઐનિક સંબંધો રાખતા લોકોએ એક વાર પોતાના હસતા- ખેલતા પરીવાર વિશે વિચાર કરવો ખુબ આવશ્યક છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati